કોર્પોરેટરો મનપામાં રજૂઆત (ભલામણ) લેખિતમાં કરે

  • June 26, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નિપજ્યાની દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, બીજી બાજુ હવે આ દુર્ઘટના બાદ ભવિષ્યમાં આવું ન બને તેની તકેદારી માટે પોલિટિકલ એક્શન લેવાની શરૂઆત કરાઇ છે જેમાં સૌપ્રથમ ગઈકાલે અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજકોટ મહાપાલિકાના ભાજપ્ના તમામ 68 કોર્પોરેટરને પત્ર પાઠવી હવેથી મહાપાલિકામાં અધિકારીઓ અને ઇજનેરોને કરાતી કોઇ પણ રજુઆત (ભલામણ) લેખિતમાં જ કરવા અને તેની એક નકલ પોતાની પાસે પણ રાખવા આદેશ કરતા કોર્પોરેટરોમાં ખળભળાટ મચી ગયો છે.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ગઇકાલે તેમના લેટરપેડ ઉપર રાજકોટ મહાપાલિકાના ભારતીય જનતા પાર્ટીના તમામ 68 કોર્પોરેટરને પાઠવેલો પત્ર અક્ષરશ: નીચે મુજબ છે.

વંદે માત્તરમ્ સાથ જણાવવાનું કે આપશ્રી રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા જનપ્રતિનિધિ છો. પ્રજાના કામો માટે દરેક કોર્પોરેટરશ્રીઓને મારૂ નમ્ર સૂચન છે કે, પ્રજાના કામો માટે તમારા લગત ઝોનમાં આવતા સીટી એન્જીનીયરશ્રી અથવા લગત નાયબ મ્યુનિ.કમિશનરશ્રી અથવા મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને કામ કરાવવાનો આગ્રહ રાખવો, જેથી કરીને ચુંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ પત્રવ્યવહારની નોંધ રાજકોટ મહાનગરપાલિકામાં રહેશે અને તેની એક નકલ આપણી પાસે પણ રાખવી, જેથી કરીને ભવિષ્યમાં રેકર્ડ ડેટાબેઝ તરીકે ઉપલબ્ધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકાના ઇતિહાસમાં ક્યારેય કોઇ પણ પક્ષના પ્રમુખ દ્વારા તેમના પક્ષના કોર્પોરેટરોને આવો લેખિત આદેશ કરાયો ન હોય આ પત્ર ભારે ચચર્સ્પિદ બન્યો છે. જ્યારે કોઈ મુદ્દે ભલામણ કરવાની થતી હોય ત્યારે કઇ રીતે લેખિતમાં કરી શકાય ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે જો કે હાલ તો સૌએ પત્ર વાંચીને મોઢું સીવી લીધું છે પરંતુ આવું કઇ રીતે ચાલે તેવા સવાલો કોર્પોરેટરોની આંતરિક ચચર્મિાં થવા લાગ્યા છે. ખાસ કરીને ભલામણ રેકર્ડ ઉપર આવે તેવા કિસ્સામાં શું કરવાનું ? કે હવે પછીથી કોઈ ભલામણ જ કરવાની નહીં ? તેવા સવાલોએ રાજકીય વર્તુળોમાં ભારે ચચર્િ જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application