કોર્પોરેશને વધુ 161 કેસમાં 63300નો દંડ વસુલ્યો

  • April 15, 2021 08:40 PM 

માસ્ક વીનાના 25 અને સોશ્યલ ડીસ્ટન્સના 136 સામે કયર્િ કેસ : અત્યાર સુધીમાં 7.37800નો દંડ વસુલતી મહાપાલીકા

જામનગર કોર્પોરેશન દ્વારા કોરોના અતી સંક્રમણને ડામવા માટે અનેક કડક પગલા લેવામાં આવી રહયા છે, વિવિધ ટીમો દ્વારા 161 કેસમાં ા. 63300નો દંડ વસુલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતી 29 દુકાનો, રેસ્ટોરન્ટો અને હોટલો સીલ કરી દેવામાં આવ્યા છે.

જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલ તા. 14ના રોજ રજામાં પણ માસ્ક વીના ફરતા 25 લોકો પાસેથી 26500 અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા 136 લોકો પાસેથી 36800નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ટોટલ 161 કેસમાં 63300 વસુલાયા છે.

અત્યાર સુધીના કેસની વાત લઇએ તો તા. 22 થી તા. 14 એપ્રીલ દરમ્યાન  માસ્કના 394 કેસમાં 397900 નો દંડ વસુલવામાં આવ્યો છે, જયારે સોશ્યલ ડીસ્ટન્સના કુલ 1050 કેસ કરાયા છે જેમાં 3.40.800 નો દંડ કરાયો છે, આમ કુલ બંને થઇને 1444 કેસમાં કોર્પોરેશને 7.37.800નો દંડ વસુલ્યો છે અને 29 મિલ્કત સીલ કરી દેવામા આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS