ભારતમાં લોન્ચ થઈ શાનદાર ઈલેક્ટ્રીક સાઇકલ, સિંગલ ચાર્જ પર ચાલશે આટલાં કિલોમીટર

  • February 23, 2021 03:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે ત્યારે અનેક કંપનીઓએ માર્કેટમાં ઈલેક્ટ્રીક કાર, બાઈક અને સ્કુટર લોન્ચ કર્યા છે. હવે આ વાહનોમાં ઈલેક્ટ્રીક સાઇકલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોનો ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે. તેવામાં NEXZU MOBILITY કંપનીએ ભારતમાં ROMPUS+ નામની નવી ઈલેક્ટ્રીક સાઇકલ લોન્ચ કરી છે. 

ROMPUS+ સાયકલની કિંમત 31,980 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આ સાયકલને પોતાની વેબસાઈટમાં જઈ ખરીદી શકે છે. આ સિવાય ગ્રાહક NEXZUની ડીલરશિપ્સમાંથી પણ ખરીદી શકે છે. આગામી સમયમાં કંપની આ ઈલેક્ટ્રીક સાયકલનું AMAZON અને PAYTMમાં વેંચાણ શરૂ કરશે.

NEXZUની ROMPUS+માં ચાર્જિંગની વાત કરીયે તો ફુલ ચાર્જ કરવામાં 2.5થી 3 કલાકનો સમય લાગે છે. સાયકલની બેસ્ટ રાઈડ માટે આમાં ત્રણ રાઈડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. જેમાં સ્લો, મીડિયમ અને ફાસ્ટ મોડ સામેલ છે. સાયકલમાં બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સ્પીડ વિશે વાત કરીયે તો ગ્રાહકો 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડે સાયકલ ચલાવી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS