પ્રિ-મોન્સુન કામગીરી સરખી કરવાનું કહેતા કોન્ટ્રાકટરે ફડાકા ઝીંકયા

  • June 04, 2021 11:12 AM 

કોર્પોરેશનમાં ફરીથી થપ્પડ કી ગુંજ ઉઠી : જવાહરનગર, માતીનગર વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરી અંગે સુચના આપતા કોન્ટ્રાકટરનો પિતો ગયો અને ધડાધડ તમાચા ઝીંકતા કર્મચારીઓ મ્યુ. કમિશ્નર પાસે દોડયા : પોલીસ ફરીયાદ કરવા કમિશ્નરને આવેદનપત્ર

જામનગર મહાનગરપાલીકામાં કેટલાય વિસ્તારોમાં લોટ, પાણી અને લાકડા જેવી પ્રિ-મોન્સુનની કામગીરી ચાલી રહી છે અને આ અંગે થોડા દિવસ પહેલા જ આજકાલમાં અહેવાલ પ્રસિઘ્ધ થયો હતો, ગઇકાલે ધરારનગર વિસ્તારમાં આવેલા જવાહરનગર અને માતીનગરમાં પ્રિ-મોન્સુન અંગેની કામગીરી ચાલતી હતી તેમાં સુપરવાઇઝરે આ કામગીરી વ્યવસ્થીત કરવા કોન્ટ્રાકટરને કહેતા કોન્ટ્રાકટરે પિતો ગુમાવ્યો હતો અને ધડાધડ ત્રણથી ચાર ફડાકા ઝીંકયા હતા, એટલું જ નહી ગાડીમાંથી ધોકો લઇ આ કર્મચારીને મારવા દોડયો હતો પરંતુ અન્ય લોકોએ મહાપાલીકાના કર્મચારીને બચાવી લીધો હતો, આ અંગે જેએમસી ટેકનીકલ યુનિયનના પ્રમુખ પી.સી. બોખાણી, ઉપપ્રમુખ ભાવેશ જાની, અને યુનિયનના અગ્રણીઓએ તાબડતોબ મ્યુ. કમિશ્નર પાસે દોડી જઇ આ કોન્ટ્રાકટર પાસે લેખીતમાં પોલીસ ફરીયાદ કરવા ઉગ્ર રજુઆત કરી હતી. અને આજે આ મામલે મ્યુ. કમિશ્ર્નરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે ગઇકાલે સવારે 10 વાગ્યે કોન્ટ્રાકટર ધીરેન ફલીયા દ્વારા જવાહરનગર, માતીનગર વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ કામના સુપરવાઇઝર મલય ઠાકર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી સરખી કરવાનું કહેતા કોન્ટ્રાકટરે ગાળા ગાળી કરીને મલય ઠાકરને ત્રણ-ચાર ફડાકા મારી દીધા હતા, ફડાકા બાદ કોન્ટ્રાકટર ફલીયાએ પોતાની ગાડીમાંથી ધોકો કાઢીને મારવા દોડયો હતો ત્યારે અન્ય કર્મચારીઓએ બચાવ્યો હતો.

આ બનાવ બનતા જ કોર્પોરેશનમાં ભારે ઉગ્ર વાતાવરણ જોવા મળ્યુ હતું, યુનિયનના હોદેદારોએ મ્યુ. કમિશ્નર સતિષ પટેલને એવી ચીમકી આપી હતી કે આ કોન્ટ્રાકટર ઉપર તાત્કાલીક પોલીસ ફરીયાદ કરો અન્યથા આજે 11 થી 3 દરમ્યાન હોદેદારો મ્યુ. કમિશ્ર્નર કચેરી બહાર ધરણા કરશું ત્યારબાદ સિકયોરીટી ઓફીસરે ડીવાયએસપી સમક્ષ વાત કરી હોવાનું જાણવા મળેલ છે અને અને આજે કદાચ વિધિવત ફરીયાદ નોંધાય તેવી શકયતા છેેેે.

બીજી તરફ અગાઉ પણ એક નગરસેવકે એક કર્મચારીને ફડાકા માયર્િ હતા અને બીજા બનાવમાં અન્ય કોન્ટ્રાકટરે પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ ઓફીસમાં આવીને ગાળા ગાળી કરી હતી, આમ અવાર નવાર કોન્ટ્રાકટરોના લુખ્ખા વર્તનને કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

જામનગર મહાપાલીકામાં અગાઉ પણ ફડાકા કાંડ સર્જાયુ હતું, આમ અવાર નવાર કર્મચારીઓ ઉપર હુમલા થતા હોય મ્યુ. કમિશ્ર્નર સમક્ષ પણ ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. આમ કોર્પોરેશનમાં ફરીથી ફડાકા કાંડે અનેક વિવાદ સર્જયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS