જામનગરમાં શરાબની બોટલ સાથે કંડકટર પકડાયો

  • April 28, 2021 08:23 PM 

મીયાત્રા અને ગીંગણીમાં વધુ બે દારૂ સાથે ઝબ્બે

જામનગરના હનુમાન ટેકરી, મીયાત્રા પુલીયા અને ગીગણી વિસ્તારમાં પોલીસે દારુ અંગે દરોડા પાડીને ફુલ ત્રણ શખ્સોને શરાબની ત્રણ બોટલ સાથે પકડી લીધા હતા.

જામનગરના સિદ્ધાર્થ નગર શેરી નંબર 4, બાવરી વાસ ખાતે રહેતા પ્રા.બસ કંડક્ટર સુરેશ દિલીપ રાઠોડ નામના ઈસમને ઈંગ્લીશ દારૂની એક બોટલ લઈને નીકળતા હનુમાન ટેકરી વિસ્તારમાંથી પોલીસે પકડી લીધો હતો.

જ્યારે જામનગર નજીક વિજરખી ગામમાં રહેતા અને વેપાર કરતા કિશોરસિંહ જિતુભા ઝાલા નામના શખ્સને ઇંગ્લિશ દારૂની એક બોટલ સાથે મિયાત્રા ગામના પુલિયા પાસેથી પોલીસે દબોચી લીધો હતો.

આ ઉપરાંત જામજોધપુરના ગિંગણી ગામના અને હાલ ઉપલેટા બસ સ્ટેન્ડ પાછળ ઢાંકની ગારી પાસે રહેતા અને વેપાર કરતા અક્ષય દિનેશ સાપરીયા મેં વિદેશી દારૂની એક બોટલ પોતાના કબજામાં રાખીને ગીગણી હાઈસ્કૂલના ગેટ નજીકથી નીકળતા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS