પોરબંદરના ખાપટ વિસ્તારમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શ થયાને એક વર્ષ વીતી ગયુ છે છતાં હજુ સુધી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી નથી તેથી ૧૮૪ જેટલી વિદ્યાર્થીનીઓની સલામતી સામે જોખમ ઉભુ થયુ છે છતાં ભાજપ સરકાર આ મુદ્ાનું નિરાકરણ કરાવતી નથી તેથી આક્રોશ જોવા મળ્યો છે.
સોળ કરોડના ખર્ચે થયુ હતુ નિર્માણ
પોરબંદરના ખાપટ વિસ્તારમાં ૧૦૦% ભંડોળ આપીને ૧૨ વીઘા જમીનમાં સાડા ૧૬ કરોડ પિયાના ખર્ચે બનાવવામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ ગત વર્ષે થયુ હતુ. ગુજરાત રાજ્ય સરકારના ૧૦૦ ટકા ભંડોળમાંથી ૧૨ વીઘા જમીનમાં ૧૬.૫૦ કરોડ પિયાના ખર્ચે અત્યાધુનિક કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ચાર માળનું બિલ્ડીંગ બનીને તૈયાર થઈ ગયું હતુ. એક ઓર્ડન ઓફિસ, ૩૫૦ દીકરી એક સાથે જમી શકે તેવી વિશાળ ભોજનાલઈ, રસોડું, પુસ્તકાલય, વાંચન કક્ષ, કોમ્પ્યુટર લેબ, મલ્ટીપર્પઝ મ, એક્ટિવિટી મ અને ૪૦ ઓરડા, ૫ ડોરમેટરી હોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. હવા ઉજાસ અને ડબલ ડોર સાથેના આ વિશાળ એક ઓરડામાં ૫૫ દીકરીઓ એક સાથે રહી શકે તેવી ૩૫૦ દીકરીઓ માટેની વ્યવસ્થા કરાઈ છે. આ બિલ્ડિંગમાં ૫૮ શૌચાલય, ૫ એલઇડી સ્માર્ટ ટીવી, ૬૮ સ્પીકર અને ૩૩૦ જેટલા પંખાઓ લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ એલ.ઇ.ડી. ટીવી અને સ્પીકરના માધ્યમથી વિદ્યાર્થીની બહેનોને સ્માર્ટ ક્લાસમાં કોસિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ કોન્ફરન્સ હોલમાં વોકેશનલ ટ્રેનિંગ, લાઈફ સ્કીલ ટ્રેનીંગ, વિવિધ સર્ટિફિકેટ કોર્સ વગેરેની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારના બિલ્ડીંગની વાત કરવામાં આવે તો માત્ર પોરબંદરમાં જ ૧૨ વીઘા જમીન ઉપર વિશાળ ગ્રાઉન્ડમાં બનાવાયેલા પ્રથમ બિલ્ડીંગમાં વિદ્યાર્થીની બહેનોને રમતગમતની સાથોસાથ એક વોર્ડન કમ હેડ ટીચર, ૪ આસિસ્ટન્ટ વોર્ડન અને ૩ શિક્ષકો તથા ૨ ચોકીદારો સતત વિદ્યાર્થીની બહેનોને દેખરેખની સાથોસાથે શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. આ બિલ્ડીંગના કામનો શુભારંભ જાન્યુઆરી ૨૦૨૩ માં કરવામાં આવ્યો હતો, અને મે - ૨૦૨૪માં આ બિલ્ડીંગ અધતન સુવિધાથી જ કરાયું છે. અહીં સ્વચ્છ પાણીના ૧૫ કુલર અને ૧૬ આરો લગાવવામાં આવ્યા છે. આઈસીએન ચેમ્બર, ૧૪ વેન્ડિંગ મશીન સાથે ૫૦ અને ફાયર સેફટીની સુવિધાથી સજજ બિલ્ડીંગને કરવામાં આવ્યું હતું. ધોરણ ૬ થી ૧૨ની વિદ્યાર્થીનીઓ તેમજ અધવચ્ચે શાળા છોડી દીધેલ, અનાથ કે સિંગલ પ્રેરેન્સ, વાલીઓ મજૂરી કામ અર્થે અન્ય સ્થળે સ્થળાંતર કરતા હોય, સીમ વિસ્તાર, વાડી વિસ્તાર, નેશ વિસ્તાર, જંગલ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર કે જ્યાં ધોરણ પાંચ પછી આગળ ઉચ્ચ અભ્યાસ અર્થે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ ન હોય અને અતિ છેવાડાના દુર્ગમ વિસ્તારની વિદ્યાર્થીનીઓને પ્રવેશ માટે પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી હતી. ૭૫% એ.સી, એસ.ટી, ઓ.બી.સી, માઇનોરીટી અને ૨૫% બી.પી.એલ જૂથની ક્ધયાઓને પણ પ્રવેશ આપવામાં આવ્યોે છે.
કમ્પાઉન્ડ વોલ વગરની સંસ્થામાં દીકરીઓની સલામતી શું?!
પોરબંદરમાં સાડા ૧૬ કરોડ પિયાના ખર્ચે આધુનિક કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ચાર માળનું બિલ્ડીંગ તૈયાર થયું છે પરંતુ તેમાં કમ્પાઉન્ડ વોલ હજુ સુધી બનાવવામાં આવી નથી સ્વાભાવિક રીતે જ આ વિસ્તાર અવાવરું છે તેથી ત્યાં રહેવા આવનારી દીકરીઓની સલામતી નું શું? તેઓ સવાલ પણ ઉઠવા પામ્યો છે.કારણકે અહીંયા સ્થાનિક રહેવાસીઓ દ્વારા જાહેર રસ્તા માટે માંગણી કરવામાં આવી છે અને તે અંગે જે તે સમયના ખાપટ ગ્રામપંચાયતમાં ટેકનીકલ ઇસ્યુ જમીન ફાળવણી માટેનો હોવાથી તેનું નિરાકરણ થતુ નથી તેના કારણે હજુ સુધી કમ્પાઉન્ડ બનાવી શકાઇ નથી. આ મુદ્ો વારંવાર કલેકટરથી માંડીને ધારાસભ્ય અને સાંસદ સુધી પહોંચ્યો હોવા છતાં તેઓ પણ નિકાલ કરાવી શકયા નથી તેથી વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવવુ જોઇએ તે જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદીપિકા પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માં મહત્વનો રોલ અદા કરશે
May 14, 2025 12:00 PMમૂળીનાં ભેટ અને દાધોળીયા ગામેથી ૧૬ ની ખનિજ ચોરી ઝડપાઇ
May 14, 2025 11:57 AMનવયુગ વિદ્યાલય ખાતે દેશી રમતોત્સવના સમર કેમ્પમાં બાળકોને પડી મોજ
May 14, 2025 11:55 AMપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના 7000 બોક્સ થી વધુ ની થઈ રહી છે આવક
May 14, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech