'જન્મ કુંડળી' જોઈને નોકરી આપે છે કંપની, આ રસપ્રદ કારણને લીધે બોસે આપ્યો છે ઓર્ડર

  • August 10, 2024 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે જોયું હશે કે આપણા દેશમાં લગ્ન પહેલા કુંડળીઓ મેચ કરવાની પરંપરા હજુ પણ છે. વર અને કન્યાની કુંડળીઓ જોવામાં આવે છે અને તેઓ તેમની રાશિ અને નક્ષત્રો અનુસાર મેળ ખાય છે. પરંતુ એવું ક્યારેય સાંભળ્યું છે કે નોકરી આપતા પહેલા પણ જન્મ કુંડળી વિષે પૂછવામાં આવે છે.

અત્યાર સુધી તમે જોયું હશે અને સાંભળ્યું હશે કે નોકરી માટે ચોક્કસ ડિગ્રી અને અનુભવને પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ એક એવી કંપની છે જે ઉમેદવારોને તેમની કુંડળી જોઈને નોકરી આપે છે. આ રસપ્રદ કિસ્સો પડોશી દેશ ચીનના ગુઆંગડોંગ પ્રાંતનો છે.

કુંડળીના આધારે આપવામાં આવે છે નોકરીઓ

ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટ અનુસાર  આ ઘટના ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં સ્થિત ગુઆંગઝૂમાં સામે આવી છે. કંપનીએ નોકરી માટે જાહેરાત આપી હતી. ઓફિસ સોફ્ટવેર પર કામ કરવાના અનુભવ અને જ્ઞાનની સાથે જ લોકોનું ધ્યાન એક જ વસ્તુએ ખેંચ્યું હતું. નોટમાં લખવામાં આવ્યું હતું - 'Year of Dogમાં જન્મેલા લોકોએ આ નોકરી માટે બાયોડેટા મોકલવા નહીં.'


કુંડળી શા માટે જોવામાં આવે છે?

રિપોર્ટ અનુસાર, કંપનીમાં કામ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે ચાઈનીઝ કેલેન્ડર મુજબ, Year of Dogમાં જન્મેલા લોકોને અરજી કરવાની મનાઈ છે કારણકે બોસની કુંડળી આ વર્ષમાં જન્મેલા લોકોની કુંડળી સાથે મેળ ખાતી નથી. આ વર્ષમાં જન્મેલા લોકો કંપની માટે નુકસાનકારક હોય શકે છે. એટલા માટે બોસ આ વર્ષમાં જન્મેલા લોકોને નોકરી માટે બોલાવતા નથી. લગભગ 47 હજાર રૂપિયાના પગારવાળી આ નોકરીની આ પ્રકારની જાહેરાત ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application