સરકારની ૧૫ કરોડની જમીન પર થયેલા દબાણ પર કલેકટરનું બુલડોઝર ફરી વળ્યું

  • May 21, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી જમીનમાં થયેલા દબાણો તોડી પાડવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આપેલી સૂચના મુજબ આજે લોધિકા તાલુકા મામલતદાર અને તેની ટીમ દ્રારા રાવકી ગામે દબાણ હટાવની કામગીરી કરી બજાર કિંમત મુજબ અંદાજે પિયા ૧૫ કરોડની કિંમતની સરકારી જમીન ખાલી કરાવી છે.

રાવકીના સર્વે નંબર ૬૪૫ ની રાવકી માખાવડ રોડ પર ફરગયુસન ફેકટરી સામે આવેલી બે એકર જમીનમાં વ્યાપક પ્રમાણમાં દબાણ થયા હોવાની ફરિયાદ મળતા આજે મામલતદારની ટીમ ત્યાં ત્રાટકી હતી. દબાણ હટાવની કામગીરીમાં બૌદ્ધ વિહાર અને તેમાં રાખવામાં આવેલી પ્રતિમાઓ પણ દૂર કરાતા આસપાસના લોકો દ્રારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોધિકા તાલુકા પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને દબાણ હટાવની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે ડી.ડી.સોલંકી સહિતનાઓની અટકાયત કરી છે.
દબાણ હટાવની આ કામગીરી સામે દલિત સમાજ દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે આંદોલન કરવાની ચેતવણી પણ ઉચારી છે.
બીજી બાજુ માધાપર અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ આસપાસના વિસ્તારમાં આવેલી સરકારી જમીનના દબાણ બાબતે પણ જિલ્લા કલેકટરે સૂચના આપી હોવાથી આજે ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીનો સ્ટાફ અને તાલુકા મામલતદાર કચેરીના અધિકારીઓ –કર્મચારીઓ આ બંને સ્થળની બ વિઝીટ માટે ગયા હતા અને નોટિસ આપવા સહિતની દબાણ હટાવને લગતી કામગીરી માટે તૈયારી શ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application