નગરસેવકોએ લોકોને ઘેર જઇ સમજાવ્યા

  • June 14, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટર અસલમ ખીલજી, જૈનબ ખફી, હાજી રીઝવાન જુણેજા સહિતના કાર્યકરો આખો વિસ્તાર ખુંદી વળ્યા

સંભવિત વાવાઝોડું બિપરજોય જામનગરને અસર કરે તેવી શક્યતા હોય વોર્ડ નં. ૧ર માં કોઇપણ જાતની ખાનાખરાબી થાય તે પહેલા જ વિરોધ પક્ષના પૂર્વ નેતા સહિતના નગરસેવકો અને કાર્યકરોએ આ વોર્ડમાં જઇને લોકોને સલામત સ્થળે ખસી જવા અને વાવાઝોડા અંગે સમજણ આપી હતી.
આ કુદરતી આફત સામે સરકારી તંત્રની કામગીરીની સાથો સાથ જામનગર શહેરના વોર્ડ નં.૧૨માં આવેલ અતી નીચાણ વાળા વિસ્તારો જેમકે પટણીવાડ વિસ્તારમાં આવેલ બન્યો વિસ્તાર, પુરબીયા ખડકી, ઘાંચી ની ખડકી પાસે આબલ નાકા બહાર વિસ્તાર, લાલખાળ વિસ્તાર, રાજ સોસાયટી તથા બાલનાથ વિસ્તારમાં જેમાં પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.૧૨ યુવા જાગૃત નગરસેવક અસલમભાઇ ખીલજી, નગરસેવિકા વકીલ જેનબબેન ખફી તથા હાજી રિઝવાન જુણેજાએ મહાનગપાલિકાના જવાબદાર અધિકારી કર્મચારી ઓને સાથે રાખી સંભવિત પાણી ભરાતા વિસ્તારો નું નિરીક્ષણ કરી જવાબદાર અધિકારી ઓને વિસ્તારની ભોગોલિક માહિતી આપી બચાવ કામગીરી માટે યોગ્ય જરુરી કર્યાવહી કરવા સૂચન કરેલ અને સંભવિત નીચાણ વાળા વિસ્તારો માં ઘેર-ઘેર ફરી લોકોને આ કુદરતી આફતના સમયે સરકારી તંત્ર તરફ થી મળતી સૂચના ને ફોલો કરવા અને જરુર જણાય તો તાત્કાલિક પોતાના તેમજ પોતાના બાળકો ની જાનમાલની સલામતી માટે નજીક ના સલામતી સ્થળે ખસી જવા અને ખોટી અફવા થી દૂર રહી એક બીજાની મદદ કરવા માટે લોકોને વિનંતી કરેલ હતી. મહાનગપાલિકાના ચૌહાણભાઇ,જાકિર સર પટણી, સકિલ ખફી, આસીફ ખેરાણી, અલ્તાફ મેમણ, સદામ શેખ સહિત વિગેરે યુવાનો જોડાયા હતા.
**
વોર્ડનં ૧૩ માં નગરસેવિકા દ્વારા ફૂડ પેકેટ વિતરણ
બિપરજોય વાવાઝોડા અંતર્ગત ઊભી થયેલ વિકટ પરિસ્થિતિના અનુસંધાને વોર્ડ નંબર ૧૩ માં બાઈ ની વાડી, ગોદળીયા વાસ, રાવલ વાસ ખાતે રહેતા લોકો ને સરકારી શાળા માં રહેવા માટે અપીલ કરી અને  કોર્પોરેશન દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવેલ. આ વ્યવસ્થા દરમિયાન વોર્ડ નંબર ૧૩ ના કોર્પોરેટર  બબીતાબેન લાલવાણી, યુવા ભાજપ વોર્ડ પ્રભારી મોહિત મંગી અનુસૂચિત મોર્ચા ના પ્રમુખ હરીશભાઈ ચૌહાણ  વોર્ડ પ્રભારી મુકેશ ભાઈ લાલવાણી તથા શાળા ના આચાર્ય શ્રી અમિતભાઇ સોની વોર્ડ એસ. એસ. આઈ વિશાલ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application