શહેરમાં 15 દિવસમાં લોકો પાસેથી 4.20 લાખનો દંડ વસૂલાયો

  • April 08, 2021 09:16 PM 

ગઈકાલે દિવસ દરમિયાન 85 કેસમાં 45900નો દંડ કરાયો

જામનગર શહેરમાં કોરોનાની મહામારીને નાથવા માટે મહાપાલિકાએ રહી-રહીને ઍકશન શ કયર્િ છે, તા.22થી તા.8 સુધીમાં એટલે કે લગભગ 15 દિવસમાં કોર્પોરેશને લોકો પાસેથી 4,20,400નો દંડ વસૂલ કર્યો હતો. ગઈકાલે ફરીથી 45900નો દંડ લેવાયો હતો.

મ્યુનિ. કમિશ્ર્નર સતીષ પટેલની સૂચનાથી મહાપાલિકાની 6 ટીમના કર્મચારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ગઈકાલે માસ્ક વિનાના 25 લોકો પાસેથી ા.25 હજાર તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા 60 વેપારીઓ પાસેથી ા.20900નો દંડ વસૂલ કર્યો હતો. આમ 85 કેસમાં 45900 વસૂલવામાં આવ્યા હતાં.

અત્યાર સુધીમાં મહાપાલિકાને માસ્ક વિના બહાર નીકળનારા 236 લોકો પાસેથી 236500ની આવક થઈ છે જ્યારે સોશિયલ ડિસ્ટન્સ ન રાખનારા 513 લોકો પાસે ા.183900ની આવક થઈ છે અને કુલ 749 કેસ કરવામાં આવ્યા છે. આજ સવારથી પણ કેસ કરવાની કાર્યવાહી વધુ કડક બનાવી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS