પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારકને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સ્મારક માટે કેટલીક જગ્યાઓ સૂચવી છે. મનમોહન સિંહના પરિવારને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમને આમાંથી એક જગ્યા પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે જેથી કરીને સ્મારક પર કામ શરૂ થઈ શકે.
જો કે આ માટે પહેલા ટ્રસ્ટ બનાવવું જરૂરી છે. નવી પોલિસી અનુસાર જમીન માત્ર ટ્રસ્ટને જ ફાળવી શકાશે. ટ્રસ્ટની રચના થયા બાદ જ સ્મારકનું નિર્માણ કાર્ય શરૂ કરી શકાશે. ટ્રસ્ટ સ્મારકની જમીન માટે અરજી કરશે અને ફાળવણી પછી, CPWD સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
અધિકારીઓએ રાજઘાટની મુલાકાત લીધી હતી
માહિતી અનુસાર મનમોહન સિંહના સ્મારક માટે રાજઘાટ, રાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે એકથી દોઢ એકર જમીન આપી શકાય છે. શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સ્મારક માટે રાજઘાટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી છે.
એવી પણ શક્યતા છે કે નેહરુ-ગાંધી પરિવારના નેતાઓની સમાધિ પાસે ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે અહીં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીની સમાધિઓ આવેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા આવતીકાલે ડાયાબિટીસ અંગેનો કેમ્પ
January 04, 2025 12:40 PMખંભાળિયા: લાંબા સમય બાદ બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની થશે હરાજી
January 04, 2025 12:37 PMસુરતથી ઉદયપુર જતી લક્ઝરી બસનું ટાયર ફાટતા ભીષણ આગ, 42 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
January 04, 2025 12:16 PM'લવયાપા થી ડેબ્યુ કરી રહેલા જુનૈદને શાહરૂખ-સલમાનના આશીર્વાદ
January 04, 2025 12:02 PM'શોલે'નો એ સીન કે જે પરદા પર ક્યારેય નથી દેખાયો તે સામે આવ્યો
January 04, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech