રાજકોટ શહેરમાંથી રખડું ઢોરનો ત્રાસ નિવારવા માટે સરકારની પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા–૨૦૨૩નો આજે તા.૧લી જાન્યુઆરીથી ચુસ્ત અમલ કરાવવા રાજકોટ મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ફકત વાતો કરી હતી, રાજકોટ શહેરમાં જે પશુપાલકો કે પશુ માલિકો પાસે ઢોર રાખવા માલિકીની જગ્યા ન હોય અને તા.૩૧ ડિસેમ્બર સુધીમાં ઢોરનું રજિસ્ટ્રેશન કે ટેગિંગ કરાવ્યું ન હોય તે તમામને આગામી તા.૩૧ સુધીમાં તેમના ઢોરને શહેર બહાર ખસેડવા તૈયાર રહેવા આખરી જાહેર નોટિસ પણ મહાપાલિકાએ આપી હતી. યારે આજની હકીકત એ છે કે આજે તા.૧લી જાન્યુઆરી ૨૦૨૪થી કડક અમલની વાતો કરી અધિકારીઓ અને પદાધિકારીઓ ગાંધીનગર જતા રહ્યા છે અને રખડું ઢોર આજે પણ રાજકોટમાં રખડતા જ રહ્યા છે.
મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ એવી જાહેરાત કરી હતી કે આજથી જેમની પાસે ઢોર રાખવાની માલિકીની જગ્યા નહીં હોય તેમના ઢોર જ કરાશે પરંતુ ખરેખર આવું કઇં થયું નથી અને તત્રં જાણે આવી જાહેરાત કરીને પાણીમાં બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.
દરમિયાન આજે ઢોર પકડમાં શું કામગીરી થઇ તેની વિગતો મેળવવા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓનો સંપર્ક કરતા અમુક ગાંધીનગર ગયા હતા, અમુક હાઇકોર્ટમાં હતા તો અમુક બિમારી સબબ લાંબી રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. આજે કેટલા ઢોર જ કરાયા, કેટલાને શહેર બહાર ખસેડાયા તેની કોઈ વિગતો જન સંપર્ક અધિકારી દ્રારા પણ જાહેર કરાઇ ન હતી.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ઢોર રજીસ્ટ્રેશનની મુદ્દત તા.૩૧ ડિસેમ્બર સુધીની હતી પરંતુ મુદ્દત પૂર્ણ થવાના છેલ્લા દિવસે ગઈકાલે રવિવાર હોવા છતાં રજાના દિવસે પણ કામગીરી ચાલુ રખાઇ હતી અને કાલ સુધીમાં રજિસ્ટ્રેશન માટે કુલ ૧૪૧૪ અરજીઓ આવી છે જેમાં પશુઓની કુલ સંખ્યા ૮૬૨૫ છે.
પહેલા દિવસે કોઈ હાજર નહીં
– મ્યુનિ.કમિશનર આનદં પટેલ ગાંધીનગર મિટિંગમાં
– ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી લાંબી સીક લિવ ઉપર
– વેટરનરી ઓફિસર ડો.જાકાસણીયા હાઇકોર્ટમાં
– સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ગાંધીનગરના પ્રવાસે
– મેયર ચેમ્બરમાં ઉપલબ્ધ ન હતા અને ફોનનો રીપ્લા.
નવા નિયમો, જેનો અમલ ન થયો
(૧) વ્યકિતગત ઉપયોગ માટે ઢોર રાખે તો પરમીટ; દૂધ વેંચાણનો ધંધો કરે લાયસન્સ લેવાનું રહેશે
(૨) રજિસ્ટ્રેશન–ટેગિંગની મુદ્દત પૂર્ણ, હવે પાંચ ગણો ચાર્જ વસુલવામાં આવશે
(૩) માલિકીની જગ્યામાં ઢોર રાખતા ન હોય તેણે માટે ઢોર શહેર બહાર ખસેડવાના રહેશે
(૪) ઢોર પકડવામાં ડિસ્ટર્બન્સ કરતી બાઇકર્સ ગેંગ સામે ગુન્હા દાખલ કરવાનો આદેશ
(૫) પહેલી વખત જ કરેલા રખડું ઢોર જ થયેછોડાવવાનો દડં ૩૦૦૦, બીજી વખત જ થયે .૪૫૦૦, ત્રીજી વખત રખડતું જ થયે .૬૦૦૦ વસુલાશે
(૬) રખડું ઢોર રાખવાની જગ્યાઓના દબાણો દૂર કરવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ કરાશ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech