અમેરિકાનો ઈરાન પર હુમલાનો મામલો : ફરી યુદ્ધના ભણકારા
અમેરિકાનો ઈરાન પર હુમલાનો મામલો : ફરી યુદ્ધના ભણકારા
May 26, 2026 02:24 PM
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એક તરફ, અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના કરારના અંતિમ તબક્કામાં પહોંચી ગયા હોવાનો દાવો કર્યેા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે એક કરાર થઈ ગયો છે. દરમિયાન, અમેરિકાએ સવારે ઈરાન પર હત્પમલા શ કર્યા. અમેરિકાએ આ હત્પમલાઓને રક્ષણાત્મક પગલાં તરીકે વર્ણવ્યા છે, જેનાથી આ વિસ્તારમાં તણાવ ફરી એકવાર વધી શકે છે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે.અહેવાલ મુજબ, યુએસ સૈન્યએ અહેવાલ આપ્યો છે કે તેણે સ્વ–બચાવ માં ઈરાનમાં હુમલા કર્યા છે. આ હુમલાઓમાં મિસાઈલ લોન્ચ સાઇટસ અને સુરગં બીછાવતી બોટ પર હત્પમલાનો સમાવેશ થાય છે. અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ બંદર પર હત્પમલો કર્યેા છે અને બે ઈરાની બોટનો નાશ કર્યેા છે. આ હત્પમલામાં આઈઆરજીસીના નૌકાદળના કર્મચારીઓના મોત થયાના અહેવાલ છે. સોમવારે, યુએસ સેનાએ દક્ષિણ ઈરાનમાં એવા સ્થળો પર હત્પમલો કર્યેા યાં સુરગં બીછાવતી બોટ અને મિસાઈલ–લોન્ચિંગ સિસ્ટમ્સ રાખવામાં આવી હતી. જોકે,અરબી અને યુએસ મીડિયા આઉટલેટસ કહે છે કે આ હત્પમલાથી વાટાઘાટો પર અસર થવાની શકયતા નથી. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા ટીમોથી હોકિન્સએ કહ્યું, યુએસ સેનાએ આજે દક્ષિણ ઈરાનમાં અમારા સૈનિકોને ઈરાની દળો દ્રારા ઉભા થયેલા ખતરાથી બચાવવા માટે સ્વ–બચાવમાં હત્પમલા કર્યા, પરંતુ સેના વર્તમાન યુદ્ધવિરામ દરમિયાન સંયમનો ઉપયોગ કરી રહી છે