દ્વારકાધીશ મંદિરચોક ખાતે પાર્ક કરેલ કાર પોરબંદરની હોવાનું ખુલ્યું

  • July 09, 2021 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર પાર્ક કરવા બદલ ચાલક પાસેથી પોલીસે ૫૦૦ રૂપિયા દંડ વસુલાત કરેલ: નગરપાલીકા દ્વારા વાહન પાર્કનો ચાર્જ વસુલાય પણ વાહન શહેરમાં આડેધડ પાર્ક કરતા નજરે પડે છે

દ્વારકામાં જગતમંદિર ચોક પાસે ગઇકાલે એક ઈકો કાર મેઈન રસ્તા વચ્ચે એક કલાક સુધી કાર પાર્ક કરેલી નજરે પડી હતી. તે કાર મંદિર ચોક સુધી પહોચ્યા બાદ ત્યા પાર્ક કરવામાં આવેલ હતી, કાર કયાની હતી…? કયાથી આવી હતી…? કોને મંજૂરી આપી…? તેવા સવાલો ઉઠયા હતા. આ અંગે બનાવની જાણ પોલીસને પોલીસે તપાસ આરંભી હતી.

કાર અંગે તપાસ કરતા આ કાર પોરબંદરની હોવાનું તેમજ મંદિર ચોક પાસે માલ-સમાન દેવા આવી હોવાનું જાણવા મલ્યું હતું. તેમજ કારચાલકની બેદરકારી હોવાથી ચાલક પાસે રોડ વચ્ચોવચ્ચ પાર્ક કરવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જોકે દ્વારકા નગરપાલીકા દ્વારા દ્વારકા શહેરમાં એન્ટ્રી થતા કારચાલકો પાસેથી પાવતી દઇ પાર્કીંગના પૈસા વસુલવામાં આવે છે, ત્યારે દ્વારકા શહેરમાં ઠેક-ઠેકાણે આડેધડ ફોર વિલ્સ વાહનો પાર્ક થતી નજરે પડે છે, પરંતુ દ્વારકા નગરપાલીકા દ્વારા લોકો પાસેથી પાર્કીંગનો ચાર્જ વસુલાત કરતા હોય છે, ત્યારે વાહનો પાર્કીંગ સિવાય કેમ આડેધડ પાર્ક કરવા દેવામાં આવે છે…? નગરપાલીકા વાહનચાલકો પાસેથી આડેધડ વાહન પાર્ક કરવા માટે પાર્કીંગનો ચાર્જ લે છે…? શું દ્વારકામાં બહારથી આવતા વાહનોને વ્યવસ્થિત પાર્કિંગ કરાવવાની જવાબદારી નગરપાલિકાની નથી…? તેવા સવાલો ઉઠયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS