ભૂકપં આવે તે પહેલા જ તરંગો પારખીને બુલેટ ટ્રેન થંભી જશે

  • January 30, 2024 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની ચાલતી તૈયારીની સાથે સાથે ટ્રેનને ભૂકંપના આંચકાથી બચાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બુલેટ ટ્રેનને ભૂકંપના તીવ્ર આંચકાથી સુરક્ષિત રાખવા માટે દેશમાં પ્રથમ વખત જાપાનીઝ એડવાન્સ વોનિગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. અમદાવાદ–મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.બુલેટ ટ્રેનમાં દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ કાર્યની સાથે ભૂકંપથી મુસાફરોની સુરક્ષા માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટના સમગ્ર ટ પર ૨૨ સિસ્મોમીટર લગાવવામાં આવશે, જેથી સમયસર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ સાધનો બુલેટ ટ્રેનના થાંભલા પાસે જમીન પર સ્થાપિત કરવામાં આવશે.

ભૂકપં સંભવિત વિસ્તાર દેશમાં ભૂકંપની વહેલી ચેતવણી આપતા ૨૮ સિસ્મોમીટરનો ઉપયોગ કરવામાં આવશે. તેમાંથી બુલેટ ટ્રેનના ટ પર ૨૨ સિસ્મોમીટર લગાવવામાં આવશે, યારે મહારાષ્ટ્ર્રના ખેડ, રત્નાગીરી, લાતુર અને પાંગરી અને ગુજરાતના આડેસર અને જૂના ભુજમાં ભૂકપં ગ્રસ્ત વિસ્તારોમાં છ ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવશે.


આ રીતે કામ કરશે ટેકનોલોજી

જાપાનીઝ શિંકનસેન ટેકનોલોજી પર આધારિત આ ઉપકરણ પ્રારંભિક ધરતીકપં શોધવાની સિસ્ટમ તરીકે કામ કરશે. પ્રાથમિક તરંગો દ્રારા ભૂકપં પ્રેરિત ધ્રુજારી શોધી કાઢશે. વધુમાં, આ ઉપકરણને પાવર સપ્લાયને આપમેળે બધં કરવામાં સક્ષમ બનાવવામાં આવ્યું છે. યારે પાવર આઉટેજ જોવા મળે છે, ત્યારે ઇમરજન્સી બ્રેકસ સક્રિય કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી ટ્રેનો બધં થઈ જશે.
સાધનો અહીં સ્થાપિત કરાશે

મહારાષ્ટ્ર્રમાંથી પસાર થતી બુલેટ ટ્રેનમાં આઠ સ્થળોએ જાપાની ઉપકરણો લગાવવામાં આવશે. મહારાષ્ટ્ર્રમાં મશીનો મુંબઈ, થાણે, વિરાર અને બોઈસરમાં લગાવવામાં આવશે, ગુજરાતમાં તે વાપી, બીલીમોરા, સુરત, ભચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદમાં લગાવવામાં આવશે. સિસ્મોમીટર ટ્રેકશન સબ–સ્ટેશનો અને ગોઠવણી સાથે સ્વિચિંગ પોસ્ટસ પર સ્થાપિત કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application