ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગજં વિસ્તારમાં સોમવારે ત્રણ માળની ઈમારતમાં આગ લાગવાથી ૧૫ લોકોના મોત થયા હતા અને ૯ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલામાં બિલ્ડિંગના માલિક સહિત ચારની ધરપકડ કરી છે, યારે બેદરકારી બદલ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ આ ઘટના પર દુખ વ્યકત કયુ છે તેમજ આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્ર્રીય રાહત ફંડમાંથી ૨–૨ લાખ પિયા અને ઘાયલોને ૫૦–૫૦ હજાર પિયાની સહાયની જાહેરાત કરી છે.તે જ સમયે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ
મૃતકોના પરિવારજનોને ૫–૫ લાખ પિયા અને ઘાયલોને ૫૦–૫૦ હજાર પિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. અહી એ બાબત નોંધનીય છે કે વર્ષ ૨૦૧૬માં જ આ ઇમારત તોડી પાડવાની હતી પરંતુ કોઈ કારણોસર બે જ મહિનામાં એ ઓર્ડર રદ કરી દેવાયો અને ૧૦ વર્ષ પછી આગની ઘટનામાં ૧૫ જીવ હોમાઈ ગયા. જો એ વખતે આ ઇમારતને તોડી નાખવામાં આવી હોત તો આ લોકો આજે જીવિત હોત. આ ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી સીટને ૭ દિવસમાં અહેવાલ સોપવા તાકીદ કરવામાં આવી છે.
વધુમાં મળતા અહેવાલ મુજબ આગની દુર્ઘટનાનો ભોગ બનેલી અને ગેરકાયદે ખડકાયેલી ત્રણ માળની ઈમારતને વર્ષ ૨૦૧૬માં તોડી પાડવાની હતી. જો કે, બે મહિના પછી આ ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. હવે ઈમારત સાથે જોડાયેલા જૂના દસ્તાવેજો અને લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
દુર્ઘટના બાદ વહીવટીતત્રં બેદરકારી દાખવનારા અધિકારીઓ અને અકસ્માતના દોષિતો સામે કડક હાથે લાગી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ પર, જાનકીપુરમ વિધુત વિભાગના અધિકારી ગૌરવ કુમાર, ફાયર વિભાગ ઇન્દિરા નગર શાખાના અધિકારી કમલેન્દ્ર કુમાર સિંહ, લખનૌ વિકાસ પ્રાધિકરણ સહાયક એન્જિનિયર અનિલ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રમોદ પાંડેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અકસ્માત બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં રામ કૃષ્ણ ઉપાધ્યાય (૪૩), વીરેન્દ્ર પ્રસાદ શુકલા (૬૨), તુષાર કૃષ્ણ જયસ્વાલ (૩૧) અને સુરેશ કુમાર સાહત્પનો સમાવેશ થાય છે. ઉપાધ્યાય, શુકલા અને જયસ્વાલ આગ લાગી તે બિલ્ડિંગના સંયુકત માલિક હતા