આંબાચોક વિસ્તારમાં લોખંડની ગડર પર બનાવવામાં આવી રહેલી એક ત્રણ માળની બિલ્ડીંગ અચાનક જ ધરાશઈ થતાં આ બનાવના પગલે ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. બની રહેલી બિલ્ડીંગ નજીકમાં આવેલી બિલ્ડીંગ પર પડતા તેના કારણે બે મહિલા સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આંબાચોકમાં નારેશ્વર મંદિરની બાજુમાં રીયાઝભાઈ અસ્લમભાઈ લોખંડના ગડર પર મકાન બનાવી રહ્યાં છે અને આજે બપોરના સમયે મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ અચાનક જ મકાન ધરાશઈ થતાં આ બનાવના પગલે રાહદારીઓમાં ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. આંબાચોકમાં આમ પણ લોકોની ભારે બીડ રહેતી હોય છે ત્યારે મકાન ધરાશાઈ થતાં જ રાહદારીઓમાં નાસભાગ સર્જાઈ હતી. નવુ બની રહેલું મકાન બાજુમાં આવેલા અન્ય મકાન પર પડતા તેના કારણે બે મહિલા સહિત ત્રણ લોકોને ઇંજા પહોંચી હતી.
ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આ બનાવના કારણે કોઇ જાનહાની સર્જાઈ નથી પરંતુ બનાવમાં કૌસલબેન સાદીકઅલી નાથાણી, ફાતીમાબહેન કાસમઅલી નાથાણી અને સાદીકભાઈ માચુભાઈ નાતાણીને ઇંજા પહોંચતા તેમને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યાં હતા. મકાન ધરાશાયી થતાં રોડ તમ પરના વાહન વ્યવહારને પણ થોડા સમય માટે અસર થઈ હતી જો કે, ફાયર બ્રિગેડે ઝડપી કામગીરી કરી સ્થિતિ થાળે પાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં નેશનલ હાઈસ્કૂલ ખાતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા પત્રકારો માટે મેડિકલ કેમ્પનું આયોજન
November 22, 2024 11:22 AMજામનગરમાં મુખ્ય માર્ગો પર પડેલા ખખડધજ વાહનો હટાવો
November 22, 2024 11:19 AMજામનગર મનપાએ શરૂ કરી RRR શોપ, ન જોતું હોય એ મુકી જાવ, જરૂર હોય તે મફતમાં લઈ જાવ...
November 22, 2024 11:19 AMજિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે અધિકારી-મ.અધિકારીની નિમણૂક
November 22, 2024 11:17 AMઈમરાન ને પદભ્રષ્ટ કરવામાં સાઉદી અરેબિયા નો હાથ
November 22, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech