ખંભાળિયામાં રવિવારે રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે

  • June 14, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્ઞાતિની શૈક્ષણિક સેવા સંસ્થાનું સુંદર આયોજન



ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સક્રિય એવી સેવા સંસ્થા શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 16 ના રોજ અત્રે વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ધોરણ 1 થી 12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટેના "માં સરસ્વતી સન્માન સમારોહ"માં રવિવારે સાંજે 7 વાગ્યાથી યોજાયેલા આ આયોજનમાં કુલ 267 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ શૈક્ષણિક સેવા પ્રવૃત્તિ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિના અનેક દાતાઓનો સહયોગ નોંધપાત્ર બની રહ્યો છે.


આ સાથે ખંભાળિયાના મૂળ રહીશ અને ડોક્ટર. સી.એ., સી.એસ., આઈ.સી.ડબલ્યુ.એ., એન્જિનિયરિંગ વિગેરે જેવા પ્રોફેશનલ કોર્સમાં સિદ્ધિ હાંસલ કરીને ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું નામ રોશન કરનારા ઉપરાંત સરકારી નોકરીમાં પરમેનેન્ટ થયા હોય તે તમામને પણ સન્માનિત કરવામાં આવશે.


આ કાર્યક્રમ માટે શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની જહેમત સાથે લોહાણા મહાજન ટ્રસ્ટ તેમજ કાર્યકરો દ્વારા જરૂરી સાથ સહકાર પણ સાંપળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application