મોડપર સીમ કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

  • May 19, 2021 11:57 AM 

કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા બનેલો બનાવ, પોલીસ દ્વારા કરાતી તપાસ

લાલપુર પંથકના મોડપર ગામ વાડી વિસ્તારમાં આવેલ વીરડા વાળી સીમમાં એક કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાનું પોલીસ ચોપડે જાહેર થતા મેધપર પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

લાલપુર તાલુકાના મોડપર વાડી વિસ્તાર વીરડા વાળી સીમમાં રહેતા અને ખેતીકામ કરતા રાજુભાઇ અરશીભાઈ નંદાણીયા ઉંમર વર્ષ 30 નામનો યુવાન ગત તારીખ 17 ના રોજ ઘરેથી ખંભાળિયા પ્લાસ્ટિક કાગળ ડૂચો ઢાંકવા માટે લેવા જાઉં છું તેમ કહીને નીકળ્યા હતા.દરમિયાન કોઈપણ અગમ્ય કારણસર સિમ વિસ્તારમાં આવેલ કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હતું.

દરમિયાનમાં ફાયર બ્રિગેડના જવાનોએ કૂવામાંથી તેમનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો બીજી બાજુ આ બનાવ અંગે મોડપર વાડી વિસ્તારમાં રહેતા પાલાભાઈ અરશીભાઈ નંદાણીયા દ્વારા ઉપરોક્ત વિગતો મેઘપર પોલીસમાં જાહેર કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS