ધો.૧૧ના વિધાર્થીનો મૃતદેહ ન્યારી ડેમમાંથી મળ્યા

  • September 09, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ન્યારી ડેમમાં આજે સવારે મૃતદેહ તરતો હોવાની જાણ ત્યાંથી પસાર થતા સિકયોરિટી ગાર્ડને થતા તેમણે પોલીસમાં જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગની ટિમ સ્થળ પર દોડી ગઈ હતી અને ફાયરની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢી પોલીસે તપાસ કરતા મૃતદેહ અમીન માર્ગ પર ડિ્રમ હિલ એપાર્ટમેન્ટમાં રહેતા અને બે દિવસ પહેલા ગુમ થયેલા ૧૮ વર્ષીય સાગર મનીષભાઈ વાછાણીનો હોવાનું સામે આવતા પરિવારને જાણ કરવામાં આવી હતી જાણ થતા તુરતં પરિવારજનો ન્યારી ડેમે પહોંચી પુત્ર સાગર હોવાની ઓળખ કરી બતાવતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમા ખસેડી જરી કાર્યવાહી કરી હતી. સાગર બે ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતો અને પરિમલ સ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતો હતો. મૃતક સાગરના પિતા વાવડીમાં કારખાનું ધરાવે છે. પરિવારજનોના કહેવા મુજબ ગત તા.૭ના ગણેશ ચતુર્થીના દિવસે ઘરેથી સવારે પોતે ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં જવાનું કહી સાયકલ લઈને નીકળ્યો હતો. બાદમાં મોડે સુધી પરત ન આવતા પરિવારજનોએ તેમના મિત્રો સહિતનો સંપર્ક કરી શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો ન લાગતા તેના પિતા મનીષભાઈએ માલવીયા નગર પોલીસમાં પુત્રની ગુમ થયા અંગેની જાણ કરી હતી. બે દિવસની સતત શોધખોળ બાદ આજે ન્યારી ડેમ નજીકથી સાયકલ અને ડેમના કાંઠેથી મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો.
મૃતદેહ ફુલાયેલી હાલતમા મળ્યો એ પરથી તબીબના તારણ મુજબ મૃત્ય ૨૪ કલાકથી વધુના સમય પહેલા થયું હોવાનું જણાવ્યું હતું. યુવકે આપઘાત કર્યેા છે કે અકસ્માતે પડી જતા મોત થયું છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ હકીકત સામે આવી શકે છે. જો કે ફોરેન્સિક વિભાગના પ્રાથમિક તારણમાં યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે, શરીરે કે કોઈ એવા શંકાસ્પદ ઇજાના નિશાન મળ્યા નથી.
યુવકે સ્યુસાઇડ કયુ હોઈ તો તેનું કોઈ એવું ચોક્કસ કારણ પણ ન હોવાનું સ્વજનોએ જણાવ્યું હતું, સાગર સરળ અને શાલીન સ્વભાવનો હતો. આવું કેમ થયું એ વિચાર જ અમને કોરી ખાઈ રહ્યો છે. ઘરેથી નીકળ્યો ત્યારે પણ તેના મોઢા પર કોઈ એવી વાત જણાતી નહતી. અનેકો વિચાર સાથે પરિવાર આઘાતમાં ગરકાવ થયો છે, બનાવ અંગે માલવીયા નગર પોલીસે તપાસ યથાવત રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ બનાવ સ્યુસાઈડનો હોઈ તો છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ત્રણ વિધાર્થીઓના આપઘાતના બનાવ નોંધાશે. શુક્રવારના રોજ વાવડીમાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ મોબાઈલ પ્રશ્ને ગળેફાંસો ખાઈ લીધો હતો. જયારે શનિવારે આર.કે.યુનિવર્સીટીની હોસ્ટેલમાં ફાર્મસી ના વિધાર્થીએ ફાંસો ખાઈ લીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application