જામનગર શહેરમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો

  • October 30, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી તપાસ શરુ કરી છે.


જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના વિસ્તારમાંથી ૫૦ થી ૫૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગે મોક્ષ ફાઉન્ડેશનના પ્રમુખ વિક્રમસિંહ ભીખુભા ઝાલાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને મૃતદેહની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.મૃતક રખડતું ભટકતું જીવન જીવતા હોવાનું જાણવા મળી રહયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application