જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન યાર્ડમાંથી અજ્ઞાત પુરૂષનો મૃતદેહ સાંપડયો

  • June 12, 2021 10:35 AM 

જામનગર નજીક હાપા રેલવે યાર્ડમાં વોશિંગ લાઈન ની બાજુની લાઇન પર ઇલેક્ટ્રીક પોલ નંબર ૨૦૫૪ પાસેથી ૫૫ થી ૬૦ વર્ષની વયના અજ્ઞાત પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને મૃતદેહને જી.જી.હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકી રાખ્યો છે. જામનગર નજીક હાપા યાર્ડમાં માં વોશિંગ લાઈન ની બાજુની બાયપાસ લાઈન ઉપર થી ઈલેક્ટ્રીક ના પોલ નંબર ૨૦૫૪ પાસે ૫૫ થી ૬૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરૂષનો મૃતદેહ પડયો હોવાની માહિતી હાપા રેલવે પોલીસને મળતાં હાપા રેલવેના પોલીસ કર્મચારી દેવાયતભાઈ ભાટીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, અને તેની ઓળખ કરવા માટે મૃતદેહને કોલ્ડરૂમમાં મૂકી રાખ્યો છે.

 મૃતકે બ્લુ કલરનું લાઇનિંગ વાળું શર્ટ તેમજ કોફી કલરનું મેલું ઘેલું પેન્ટ પહેરેલા છે. ઉપરોક્ત વર્ણન વાળી વ્યક્તિ અંગે કોઇને જાણકારી હોય તો હાપા રેલવે સ્ટેશનના પોલીસ કર્મચારી દેવાયતભાઈ ભાટીયા (૯૦૩૩૩૮૧૬૩૬) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)