લાખોટા તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

  • March 09, 2021 10:54 AM 

લોકડાઉંન બાદ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ચિંતામાં ભર્યું પગલું

જામનગરના લાખોટા તળાવમાં એક યુવાનનો મૃતદેહ પડયો હોવાની વિગતો મળતાં ટૂકડી દોડી જઈને પાણીમાંથી લાશ બહાર કાઢી હતી મરનાર યુવાન આર્થિક ચિંતામાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જામનગરના લાખોટા તળાવ ટ્રાવેલ્સની ઓફીસ સામેના ભાગે પાણીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ટીમ ત્યાં દોડી આવી હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્થળ પર પોલીસ ટુકડી પહોંચી હતી.

તપાસમાં મૃતકની ઓળખ થઈ હતી મરનાર યુવાન શહેરના દિગ્વિજય પ્લોટ 64 વિસ્તારમાં રહેતો અશોકભાઈ નારણદાસ નારવાણી (ઉ.વ.36) હોવાનું તેમના પરિવારે ઓળખી બતાવ્યું હતું.

પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો દરમિયાનમાં નિવેદન નોઘતા જેમાં મૃતક યુવાન કટલેરી અને હોઝીયરીના વ્યવસાય સાથે સંકળાયેલો હોય દરમિયાન લોકડાઉંન બાદ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ચિંતાના કારણે આ પગલું ભરી લીધાનું જાહેર થયું હતું. નીકળી ગયા બાદ પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી બીજી બાજુ તળાવની પાળે તેનું સ્કૂટર મળી આવ્યા બાદ વિગતો ખુલી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS