ભાવનગર શહેર નજીક આવેલા સીદસર ખાતે રહેતા ૨૧ વર્ષીય યુવાનનો કુવામાંથી ગળાફાંસો ખાધેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. યુવાન બકરા ચરાવવા ગયા બાદ એક બકરાને શોધવા પોતે ભાગવી રાખતા વાડી ખાતે ગયા બાદ પરત નહીં આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કુવામાં વાયર સાથે લટકતી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જેને ફાયર ની મદદથી બહાર કાઢી હોસ્પિટલ લાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર નજીક આવેલા સીદસર ગામે રહેતા અને ખેત મજૂર તરીકે વાડીએ ભાગયું રાખી બકરાનું પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા યુવાન શ્યામભાઈ અશોકભાઈ ચારોલીયા (ઉ.વ.૨૪) પોતાના બકરા ચરાવવા ગયા હતા. તે વેળાએ સાંજે બકરા ચરાવીને પરત ઘરે આવ્યા હતા. તેવામાં એક બકરું મળી નહીં આવતા યુવાન પોતાના બકરાને શોધવા બાઈક લઈને ગયો હતો. ત્યારબાદ મોડે સુધી ઘરે પરત નહીં આવતા પરિવારજનો દ્વારા યુવાનની શોધખોળ હાથ કરવામાં આવી હતી. જે દરમિયાન સીદસર નજીક એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલી વાડીના કુવામાં ઈલેક્ટ્રીક મોટરના વાયર સાથે ગળાફાંસો ખાધેલી હાલતે યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે પરિવારજનો દ્વારા ફાયર બ્રિગેડ અને ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ત્યારે ૧૦૮ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા યુવાનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને મૃતદેહને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા શંકાસ્પદ હોવા અંગે નોંધ કરી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વરતેજ પોલીસ મથક ખાતે કેસ કાગળો મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech