લતીપર ચોકડી પાસે કારચાલકે દરવાજો ખોલતા બાઇક અથડાયું

  • August 29, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી મહિલા કર્મચારી અને તેના પતિને નાની મોટી ઇજા

ધ્રોલના લતીપર ગામની ચોકડી રોડ પર ફોરવ્હીલ ગાડીના ચાલકે બેદરકારીથી ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલતા બાઇકમાં આવી રહેલા દંપતીને શરીરે નાની મોટી ઇજા પહોચી હતી.
ધ્રોલના જોડીયા ગેઇટ પાસે રહેતી સરકારી નોકરી કરતા મોનીકાબેન રજનીકાંતભાઇ કણઝારીયા (ઉ.વ.૪૩) એ ગઇકાલે ધ્રોલ પોલીસમાં ફોરવ્હીલ ગાડી નં. જીજે૬ડીજી-૧૦૭૯ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
તા. ૨૩ના લતીપર ચોકડી પાસેના રોડ પર ઉપરોકત ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી રોડ પાસે ઉભી રાખીને આગળ પાછળ જોયા વીના બેદરકારીથી ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલતા ફરીયાદીના પતિના મોટરસાયકલ નં. જીજે૧૦ડીજી-૦૭૧૫ સાથે ફોરવ્હીલનો દરવાજો અથડાતા ફરીયાદીને નાની મોટી છોલછાલ જેવી ઇજા થઇ હતી તથા મોટરસાયકલ ચાલક ફરીયાદીના પતિને ગોઠણથી નીચે ફ્રેકચર અને શરીરે છોલછાલ જેવી ઇજા પહોચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application