ઉત્તરાખંડમાં પૌડીના આકાશમાંથી પસાર થતો ધૂમકેતુ હાલ ચચર્નિો વિષય બન્યો છે. નિષ્ણાતોના મતે, ધૂમકેતુ સી/2023- એ3 ખગોળશાસ્ત્રમાં આ વર્ષની સૌથી મોટી ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે. તેને ત્સુચિનશાન-એટલસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગત વર્ષે જાન્યુઆરી 2023માં, તે ચીનની પર્પલ માઉન્ટેન ઓબ્ઝર્વેટરી અને દક્ષિણ આફ્રિકા સ્થિત એસ્ટરોઇડ ટેરેસ્ટ્રીયલ ઇમ્પેક્ટ લાસ્ટ એલર્ટ સિસ્ટમ (એટીએલએએસ) દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. આ સી/2023-એ3ની પ્રથમ સફર છે. આ ધૂમકેતુ દૂરના ઉર્ટ ક્લાઉડમાંથી આવ્યો છે.
27 સપ્ટેમ્બરે આ ધૂમકેતુ સફળતાપૂર્વક તેના પેરિહેલિયન (સૂર્યની સૌથી નજીકનું બિંદુ)માંથી પસાર થયો હતો. એવી અપેક્ષા છે કે, 12 ઓક્ટોબરે તે પૃથ્વીની નજીકથી પસાર થશે જે અદ્ભુત નજારો રજૂ કરશે.
એચએનબી ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટી, શ્રીનગરના એસ્ટ્રોફિઝિક્સ નિષ્ણાત પ્રો. હેમવતી નંદન પાંડેના જણાવ્યા અનુસાર, આ ધૂમકેતુ 12 ઓક્ટોબરે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે. તે સમયે તેનું અંતર લગભગ 7.1 કરોડ કિલોમીટર હશે. આ સમય દરમિયાન આ ધૂમકેતુ તેના સૌથી તેજસ્વી સ્વરૂપમાં દેખાશે. દક્ષિણ ગોળાર્ધમાં, તેનું તેજ શુક્ર અને ગુરુ ગ્રહો જેવું જ હોવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું કે, અવકાશ પ્રેમીઓ માટે આ એક દુર્લભ ઘટના છે, જેને નરી આંખે પણ જોઈ શકાય છે.
ધૂમકેતુએ ધૂળ અને બરફનું બનેલું મોટું પિંડ છે, જે સૂર્યની આસપાસ લંબગોળાકાર ભ્રમણકક્ષામાં ફરે છે. ધૂમકેતુ મુખ્યત્વે સૂર્યમંડળની બાહ્ય ધાર પર જોવા મળે છે. તેને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવામાં ઘણો વધુ સમય લાગે છે. સૌથી લાંબી ભ્રમણકક્ષા ધરાવતો ધૂમકેતુ વેસ્ટા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech