સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, પછાત જાતિના લોકો કે જેઓ અનામતના હકદાર છે અને તેનો લાભ પણ મેળવ્યો છે, તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ. એમ પણ કહ્યું કે તેઓએ અન્ય વધુ પછાત લોકો માટે રસ્તો કરવો જોઈએ. હિન્દુસ્તાનના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મંગળવારે કાનૂની પ્રશ્નની સમીક્ષા કરવાનું શ કયુ કે, શું રાય સરકારને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં પ્રવેશમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે?
રાજયોને અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વધુ પેટા–વર્ગીકરણ કરવાની સત્તા નથી.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ વિક્રમ નાથે પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદર સિંહની દલીલોનો સારાંશ આપતા કહ્યું, આ જાતિઓને કેમ બહાર ન કાઢવી જોઈએ? તમારા મતે, કેટલીક પેટાજાતિઓએ ચોક્કસ શ્રેણીમાં વધુ સાં પ્રદર્શન કયુ છે. તેઓ આ શ્રેણીમાં આગળ છે. તેઓએ તેમાંથી બહાર આવીને જનરલનો મુકાબલો કરવો જોઈએ. ત્યાં કેમ રહેવું? જેઓ હજુ પણ પછાત છે તેમને અનામત મળવા દો. એકવાર તમને આરક્ષણનો લાભ મળી જાય પછી તમારે તે આરક્ષણમાંથી બહાર નીકળી જવું જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech