ટગ સાથેનું દોરડુ તુટી જતા બાર્જ મહુવા દરિયે પહોંચ્યું

  • May 30, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના મહુવાના નિકોલ દરિયા કિનારે સાંજના સુમારે એક બાર્જ (હોડકું) તરી આવતા દરિયા કિનારે રહેલા પ્રવાસીઓમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું.અને અચનાક મહુવાના દરિયા કિનારે મહાકાય બાર્જ તરતું આવતા લોકોમાં ભય પણ ફેલાયો હતો જેને લઈને મહુવા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા આ બાર્જ પીપાવાવ પોર્ટની સ્વાન એનર્જી કંપનીનું બાર્જ ટગથી છુટી પડી ગયાનું તપાસમાં જણાઈ આવતા કંપનીના અધિકારીઓ બાર્જ લેવા માટે દોડી આવ્યા હતા.
મહુવાના નિકોલ દરિયા કિનારા પર એક મહાકાય બાર્જ (હોડકું) તરતું જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો અને આ શંકાસ્પદ બાર્જ હોવાનું સૌ પ્રથમ લાગતા મહુવા ગ્રામ્ય પોલીસ મહુવાના નિકોલ દરિયા કિનારા પર પહોંચી હતી અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ આ બાર્જ ત્રણેક માસ અગાઉ મુંબઇથી પીપાવાવ પોર્ટ લાવવામાં આવ્યું હતું અને તે સ્વાન એનર્જી કંપનીનું હોવાનું અને બાર્જ સાથે બાંધેલ ટગની દોરડું તૂટી જતાં આ બાર્જ મહુવાના દરિયાકિનારે પહોંચ્યું હોવાની જાણ થતાં મહુવા પોલીસે અધિકારીઓને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application