કર્મકાંડી યુવાનનો રિક્ષામાં ભૂલાયેલો થેલો કમાન્ડ કંટ્રોલની ટીમેં શોધી આપ્યો

  • April 17, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ ખંભાળિયામાં રહેતો પવન વિજયભાઈ રાજ્યગુરુ નામનો યુવાન ધોરીવાવ વિસ્તારમાં આવેલી આણદાબાવા સંસ્થાની સંસ્કૃતિ પાઠશાળામાં કર્મકાંડ માટે આવ્યો હતો. જે પોતાનું કામ પૂર્ણ કરીને દરેડથી જામનગર બસ સ્ટેન્ડમાં આવવા માટે એક ઓટો રીક્ષામાં બેઠો હતો.

જે ઓટો રીક્ષામાં પોતાનો કપડાં સહિતના સામાનનો થેલો ભુલાઈ ગયો હતો. જે થેલો શોધવા માટે પવન રાજ્યગુરુએ જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. જેથી કમાન્ડ કંટ્રોલરૂમના પીએસઆઇ પી.પી. જાડેજા, એએસઆઇ પરેશ ખાણધર, રાધેશ્યામ અગ્રાવત, વષર્બિા જજાડેજા, સંજય જોડ વિગેરે જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજ નીહાળી રીક્ષાને શોધી કાઢી હતી, અને તે રીક્ષામાં ભુલાયેલો થેલો પરત મેળવી લઈ, પવન રાજ્યગુરુને સુપ્રત કર્યો હતો. જેથી તેણે સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application