ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમનું શુભ મુહૂર્ત

  • November 20, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્કેટિંગ યાર્ડ શનિવારથી વિપુલ પ્રમાણમાં જણસથી ધમધમી ઉઠ્યું: વિવિધ ખેત પેદાશોની નોંધપાત્ર આવક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના નજીકના દ્વારકા માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમ નિમિત્તે શનિવારથી વિવિધ ખેત પેદાશોની આવકની હરાજીનો વિધિવત રીતે પ્રારંભ થયો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની રજાઓ બાદ નવા વર્ષની શુભ શરૂઆત લાભ પાંચમથી કરવામાં આવે છે. ત્યારે શનિવારે લાભ પાંચમના અહીં મગફળી, ચણા, અડદ, ઘઉં, કપાસ, વિગેરે જેવી જણશી લઈને ખેડૂતો દ્વારા આ હરાજીમાં ભાગ લેવામાં આવ્યો હતો. અહીં સૌથી વધુ ઉત્પાદન મગફળીનું થાય છે. ત્યારે શનિવારે આશરે સાડા ચાર હજારથી વધુ ગુણી મગફળીની આવક થવા પામી હતી. જેમાં વધુમાં વધુ ભાવ રૂપિયા ૧,૩૫૧ ખુલવા પામ્યો હતો.
આ ઉપરાંત કપાસના મહત્તમ રૂપિયા ૧૪૭૫, જીરુના મહત્તમ રૂપિયા ૮૧૦૦, ચણાના ૧૧૦૦, તલના ૩,૧૬૯ બોલાયા હતા. આમ, અહીંનું માર્કેટિંગ યાર્ડ શનિવારથી વિપુલ પ્રમાણમાં ખેતપેદાશોથી ધમધમી ઉઠ્યું હતું. આ વર્ષે ખેડૂતોને તેમની ખેત પેદાશોના અગાઉ કરતાં સારા ભાવ ઉપજે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application