નીઓ ફાઉન્ડેશનની સ્થાપના સમયથી અને સસંગીતિના સુચા સંચાલનમાં હંમેશા ડિરેકટર્સનો સહયોગ સાંપડતો રહ્યો છે. તેમજ દરેક પ્રવૃત્તિઓ તેમના આર્થિક ફાળાથી શકય બની છે અને હાલમાં પણ તેઓનો સંપૂર્ણ આર્થિક તથા વહીવટી સહયોગ મળતો રહે છે. ત્યારે કાર્યક્રમ છઠ્ઠા દિવસના પેટ્રન યોતિ સી.એન. ઓટોમેશન લી. અને નીઓ રાજકોટ ફાઉન્ડેશનના કાયમી ડિરેકટર પરાક્રમસિંહ જાડેજા અને યોતિની ટીમના સહદેવ સિંહ, વિક્રમસિંહ રાણા, હિતેશભાઇ પટેલ, અજયભાઈ વસાવડા, હિમાંશુભાઈ સાપરિયા તેમજ આજના શુભેરછક રઘુભાઈ ચંદ્રાણી પરિવારના સભ્યો, તેમજ અર્જુનભાઈ સૈની, વિનેશમોહન સિન્હાના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શઆત કરવામાં આવી હતી.
સપ્ત સંગીતિના છટઠા દિવસે વર્ણા જય સેવક દ્રારા શાક્રીય કંઠય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેણી એ રાગ મા બિહાગ ખુબ સુદર રીતે પ્રસ્તુત કયો હતો. તેની આવડા મોટા મચં ઉપર પ્રથમ પ્રસ્તુતી હોય ખુબ સુંદર રજુ કરી શ્રોતાઓની સરાહના મેળાવી હતી. તેમની સાથે તબલાવાદનમાં તેમના પિતા અને ગુ ડો. જય સેવક અને હાર્મેાનિયમમાં ડો. કુમાર પંડયા એ સંગત કરી હતી. તેણીએ પ્રથમ પ્રસ્તુતિ રાગ મા બિહાગમાં કરી શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા.
કાર્યક્રમના બીજા ચરણમાં જયપુર–અતરોલી ઘરાનાના વરિ ગાયિકા અને ભારતના પ્રથમ હરોળના ગાયકોમાં નામના ધરાવનાર ડો. અશ્વિની ભીડે દેશપાંડેનું શાક્રીય કંઠય સંગીત માણવાનો લાહવો મળ્યો હતો. અત્રે ઉલ્લ ેખનિય છે કે ૨૦૧૯ની સાલમાં તેઓ સસંગીતિના મંચને શોભાયમાન કરી ચુકયા છે. અશ્વિની ભીડે એ ખમાજ થાટનો રાગ જીંજોટી પર આધારીત પ્રખ્યાત બંદિશ મહાદેવ શંકર વિલંબીત ઝપતાલમાં આલાપ– તાન–બોલતાન સાથે રજૂ કરી હતી. તથા દ્રત્પત તિનતાલમાં તરાનો પ્રસ્તુત કર્યેા હતો. ત્યારબાદ રાગ નાયકી કાનડામાં પારંપરિક બંધીશ મેરો પિયા રસિયા વિલંબિત અને મધ્યલયમાં તાલ પકમાં રજૂ કર્યેા હતો તથા આ રાગમાં બીજી બંદિશ દ્રત્પત તીનતાલમાં નિકસ અલબેલી રંગીલી નટખટ ભાવવાળી રચના રજૂ કરી સૌની વાહવાહી લીધી હતી.
ડો.અશ્વીની ભીડેજીને બંદીશ અને બંદીશની સ્વર રચનાની ઘની સમજ હોય તેની દરેક પ્રસ્તુતીમાં સ્વરોની રમત ખુબ સાહજીક જોવા મળતી હતી. તેણીએ કબીરજીનું પ્રખ્યાત ભજન હરી રગં લાગા ખૂબ ભાવ સાથે રેલાવ્યું હતું. એરી નિર્મેાહી કેસા જાદુ ડાલા શબ્દોથી ગુંથેલી ઠુમરી અતી મોહક અંદાજથી રજૂ કરી હતી. સભાના અતં ભાગમાં રાગ ભૈરવીમાં કબીર ભજન કેહી સમજાવું મેં સબજન અંધા રજુ કરી અને કબીરજીની વિચારસરણીને ખુબ સચોટપણે સમજાવી અને કઠં આપ્યો હતો.આજના કાર્યક્રમમાં તેમની સાથે સિધ્ધેશ બિચોલકર હાર્મેાનિયમમાં અને યતિ ભાગવત એ તબલામાં સાથ આપ્યો હતો. તેમજ પંદર વર્ષથી ડો. અશ્વિનીજી પાસે તાલીમ મેળવી રહેલી રાજકોટની તેમની શિષ્યા કૌશર હાજી અને મેઘા ભટ્ટને તેમની સાથે સ્ટેજ પર સહાયક તરીકે સુર પુરાવાની તક મળી હતી. ત્યારબાદ સર્વે કલાકારોનુ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના વોલયન્ટર્સના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતુ અને રાજકોટના ઉભરતા કલાકારોનુ ડો. અશ્વિનીજીના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતુ. સંગીતિની પરંપરા મુજબ રાષ્ટ્ર્રગાન બાદ સભા સમાપ્ત કરવામાં આવી હતી
આજે અંતિમ દિવસ: પધ્મભૂષણ પં.અજય ચક્રબર્તીને માણવાનો મોકો
સસંગીતિ ૨૦૨૫ સંગીત સમારોહના અંતિમ દિવસે તા. ૦૮ જાન્યુ. ના રોજ પધ્મભૂષણ પ.ં અજય ચક્રબર્તીના કંઠે શાક્રીય સંગીતના ઠુમરી અંગનો આસ્વાદ માણવાનો મોકો મળશે. પંડિત શ્રી અજય ચક્રવર્તી પટિયાલા–કસુર ઘરાનાના અધ્યક્ષ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબની ગાયકીનુ પ્રતિનિધિત્વ કરે છે, તે ઉપરાંત તેઓ ભારતના અન્ય મુખ્ય શાક્રીય ઘરાનાઓ જેમકે ઈન્દોર, દિલ્હી, જયપુર, ગ્વાલિયર, આગ્રા, કિરાના, રામપુર અને દક્ષિણ ભારતના કર્ણાટકી સંગીત જેવા અન્ય ઘરાનાઓની પણ તેઓ સૂમ લાક્ષણિકતાઓ રજૂ કરી જાણે છે. તેમની પ્રારંભીક શિક્ષા તેમના પિતા, સ્વ. અજિત કુમાર ચક્રવર્તી, પન્નાલાલ સામંતા અને કનિદાસ બૈગરી, પાસે લીધા બાદ તેઓ એ મહાન ગુ અને પધ્મભૂષણ પંડિત જ્ઞાન પ્રકાશ ઘોષ ના શિષ્ય તરીકે સ્વીકૃતિ પ્રા કરી હતી. ત્યારબાદ તેમણે આગળની ઘનિ તાલીમ ઉસ્તાદ મુનાવર અલી ખાન (ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનના પુત્ર) પાસેથી મેળવી હતી. સસંગીતિનું મચં ઉપર વર્ષ ૨૦૧૯ તેમની ગાયકી અને કલા દ્રારા શોભાયમાન થઈ ચૂકયું છે. તેમની સાથે ભારતના યુવા પેઢીના તબલાવાદકોમા સ્થાન ધરાવનાર ઈશાન ઘોષ તબલાસંગત કરશે. તેઓ ૨૦મી સદીના મહાન તબલાવાદક પંડિત નિખિલ ઘોષજીના પૌત્ર છે. તેમની તબલાની તાલીમ તેમના પિતા પ્રખ્યાત તબલાવાદક અને સિતારવાદક પંડિત નયન ઘોષ પાસેથી થઈ. તેમનું તૈયારી યુકત અને જટિલ લયકારીવાળું પ્રભાવશાળી તબલાવાદન તેમના પિતા પાસે થયેલી તાલીમની દેન છે. પં.અજયજી સાથે મુરાદાબાદના સાંગીતિક પરિવારની છઠ્ઠી પેઢીના કલાકાર ઉસ્તાદ મુરાદઅલી ખાન સારંગીવાદન કરશે. તેમણે સારંગીની ગહન તાલીમ તેમના દાદા ઉ.સિદ્દીક અહેમદ ખાન અને પિતા ઉ. ગુલામ સાબીર ખાન પાસેથી મેળવી છે. હાલ તેઓ ભારતના શિરમોર સારંગીવાદકોમાં સ્થાન ધરાવે છે. તેમજ યોતિર્મય બેનરજી હાર્મેાનિયમમાં સાથ આપશે. પંડિતજી સાથે તેમના શિષ્યો બ્રજેશ્વર મુખર્જી, મહેર પરાલિકર અને આયેશા મુખર્જી કઠં પુરાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech