એટેન્ડેન્ટ યુવતિએ કલેકટર કચેરીમાં કહ્યું કે..... ફીઝીકલ રિલેશન રાખવા દબાણ...આજકાલએ કરી લડત શરૂ અને આરોપીઓ અંજામ સુધી પહોંચ્યા

  • June 23, 2021 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલે સ્ફોટક પ્રકરણને દરરોજ કવરેજ આપી ઉજાગર કર્યુ: લડતોને હાઇલાઇટ કરી: મહીલાઓના સંગઠનને ઉત્તેજન આપ્યું: તંત્ર અને તપાસ સમિત સામે સવાલો કયર્:િ આખરે સત્યની જીત થઇ‘ફિઝીકલ રિલેશન રાખવનું દબાણ’....... આ માત્ર એક વાક્યએ સમગ્ર રાજ્યને હચમચાવતા સરકારી કોવિડ હૉસ્પિટલના સનસનાટીજનક યૌન શોષણ પ્રકરણનો ભાંડો ફોડી નાખ્યો, સચ્ચાઈથી ભરેલું એક વાક્ય શું કરી શકે છે? અને ક્યાં સુધી તેની અસરો થઈ શકે છે? તેનો બોધ પણ આ પ્રકરણ પરથી મળ્યો.

 

સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા જામનગરની સરકારી કોવીડ હોસ્પિટલના સનસનાટીજનક સેકસ કાંડ કહો અથવા યોન શોષણના પ્રકરણ પરથી આખરે પડદો ઉઠી ગયો છે, કોવીડ હોસ્પિટલમાં એટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી ચુકેલી એક યુવતિએ તા.14ના રોજ કલેકટર કચેરીમાં મીડીયા સમક્ષ કોવીડ હોસ્પિટલની અંદર ચાલતા ગોરખ ધંધા સંબંધે માત્ર એક વાકય કહ્યું હતું અને ધડાકો કર્યો હતો કે, સુપરવાઇઝરો ‘ફીઝીકલ રિલેશન’ રાખવા દબાણ કરે છે....એટેન્ડેન્ટ યુવતિના આ એક ગંભીર વાકયને પકડીને તા.15ના રોજથી સૌ પ્રથમ જામનગરના નંબર વન સાંઘ્ય દૈનિક આજકાલ દ્વારા આ ચોંકાવનારા પ્રકરણ સંબંધે ઘટસ્ફોટ કરવામાં આવ્‌યો હતો  અને આ અહેવાલથી સ્થાનિક તંત્રના પગ નીચેથી ધરતી તો સરકી જ ગઈ હતી, પરંતુ રાજ્ય સરકારે પણ અતિ ગંભીર નોંધ લઈને તા.16ના રોજ મુખ્યમંત્રીની દરમ્યાનગીરીથી ગૃહમંત્રી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, આખા રાજયમાં પ્રકરણ ચકચારી બન્‌યું હતું. તપાસ સમિતિમાં એસડીએમ આસ્થા ડાંગર, એએસપી નિતેશ પાંડે, ડેન્ટલ કૉલેજના ડીન ડૉ.નયના પટેલની વરણી કરવામાં આવી હતી અને આ તપાસ સમિતિ દ્વારા અટેન્ડન્ટ યુવતિઓના નિવેદન લેવામાં આવ્યા હતાં.

 

કોવીડ હોસ્પિટલમાં એવા સમયે કે જયારે કોરોનાનો બીજો તબકકો હાહાકાર મચાવી રહ્યો હતો, કોવીડ હોસ્પિટલમાં દરરોજ લાશોના ઢગલા થઇ રહ્યા હતાં, બીજી બાજુ કેટલાક હવસખોર દરીંદાઓ માતમ અને દનના કપરા કાળમાં સેકસ કાંડ જેવો શરમજનક  અપરાધ આચરી રહ્યા હતાં, કહેવાય છે કે, કોરોનાના પહેલા તબકકાથી આ કાંડ શ થઇ ગયું હતું પરંતુ અપરાધીઓ બેખૌફ થઇ ગયા હતાં એમને એમ હતું કે આ ચાલ્યે રાખશે પરંતુ કુદરતે ન્‌યાય કર્યો અને પ્રકરણ પરથી પડદો ઉઠી ગયો, ભાંડો ફુટી ગયો.

 

આ અપરાધીઓ કેવી યુવતિઓનું શોષણ કરતા હતાં એ બાબત પણ અતિ ગંભીર છે કારણ કે કોવીડ હોસ્પિટલનો એ ગોઝારો સમય એવો હતો કે ત્યારે દર્દીઓ પાસે સગાઓને રહેવાની અનુમતી હતી નહીં, આવા સમયે દર્દીઓને સાચવવા માટે હંગામી ધોરણે એટેન્ડેન્ટની ભરતી કરવામાં આવી હતી અને સેકડો યુવક-યુવતિઓએ ચેપીરોગની વચ્ચે પોતાના જીવ પર જોખમ ખેડીને ફરજ બજાવી હતી, આમા ઘણી મજબુર યુવતિઓ પણ હતી અને આ યુવતિઓનું યોન શોષણ કરીને અપરાધીઓએ હદ વણોટી નાખી હતી.

 

પાપનો ઘડો આખરે છલકાય છે... એ કહેવત અનુસાર તા.14ના રોજ કલેકટર કચેરીમાં યુવતિએ આપેલા સનસનાટીજનક નિવેદન પછી આખેઆખા પ્રકરણ પરથી પર્દો ઉચકાવાનો એકડો ઘૂંટાયો હતો.

 

વાત ખૂબ જ ગંભીર હોવાથી અને યુવતિએ દબાણપૂર્વક ફિઝીકલ રિલેશન રાખવા સુપરવાઈઝરો કાંડ કરતાં હોવાની વાત જે કરી હતી તે અતિ ગંભીર હોવાથી તા.15ના ‘આજકાલ’ દૈનિકના પ્રથમ પાનામાં ‘જામનગરની કોવિડ હૉસ્પિટલમાં સેકસકાંડ...? સત્ય શું છે?’ એવા મથાળા સાથે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતાં અને આ અહેવાલે સમગ્ર જામનગર તથા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે ચચર્િ જગાવી હતી.

 

સ્વાભાવિક રીતે રાજ્ય સરકારના કાન સુધી વાત પહોંચી હતી, તા.16ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ આ મામલાને ગંભીર ગણીને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સચ્ચાઈ સામે લાવવા માટે ચચર્િ કરી હતી અને આ પછી સમગ્ર પ્રકરણની તપાસ માટે ગૃહમંત્રીએ તપાસ સમિતિ રચી હતી.

 

તા.17 થી આજકાલે સીલસીલાબંધ લડત શ કરી હતી, તા.18ના રોજ તંત્રને પૂછયું હતું કે, આખરે આ એલબી છે કોણ ?...દરરોજ રાજયના બંને મંત્રીઓ આર.સી. ફળદુ અને હકુભા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના વરિષ્ઠ રાજકારણીઓના આ મુદ્ા પર મત-મંતવ્યો મેળવવામાં આવ્યા હતાં. આ બધાએ ન્યાય કરવાની વાત કરી હતી.

 

બીજી તરફ આમ આદમી પાર્ટીના કરશનભાઈ કરમુર વિરોધ પક્ષ તરીકે સૌપ્રથમ મેદાનમાં આવ્યા હતાં અને એમણે રાજ્ય કક્ષાના એમના નેતા ઈશુદાન ગઢવીને પણ બોલાવ્યા હતાં. કોંગ્રેસ દ્વારા પણ આ પ્રકરણમાં ગુનો નોંધવાની માંગણી કરાઈ હતી, ટૂંકમાં સેકસકાંડના મુદ્દે એક રીતે જોઈએ તો તમામ રાજકીય પક્ષો પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે એક થઈ ગયાં હતાં.

 

આ પછી અટેન્ડન્ટ યુવતિઓને ધમકી મળવા લાગતાં આ યુવતિઓએ મહીલા બેંકના એમડી શેતલ શેઠનો સંપર્ક કર્યો હતો અને અહીંથી શહેરની પ્રબુદ્ધ મહિલાઓ મેદાનમાં ઊતરી હતી. એમના દ્વારા આ પ્રકરણની તપાસ માટે મહીલા ન્યાય મંચની રચના કરવામાં આવી હતી જેમાં કોમલબેન ભટ્ટ, રચના નંદાણીયા, સોનલબેન નાણાવટી અને નિમીષાબેન ત્રિવેદીએ સાથે મળીને લડત શ કરી હતી જેમાં નગરસેવિકા જેનબબેન ખફી અને જ્યોતિબન ભારવડિયાએ પણ સાથ આપ્યો હતો.

 

આ મહીલાઓ દ્વારા ન્યાય માટે જયારે-જયારે જે લડતોનું એલાન કરવામાં આવ્યું તેનું પણ અખબારી પાનાઓ પર અને બ્રેકીંગ ન્‌યૂઝ મારફત તપાસને વેગવંતી બનાવવા આજકાલ તરફથી પુરજોશ પ્રયત્ન કરવામાં આવ્‌યા હતાં. ગઇકાલે જ આજકાલે સૌ પ્રથમ એ બાબતનો ઘટસ્ફોટ કર્યો હતો કે, કલાકોની અંદર ગુન્હો નોંધાશે, આખરે અહીં પણ આજકાલ સાચું પડયું છે અને કલાકોમાં જ અપરાધીઓ સામે ગુન્હો નોંધાયો.

 

મુદાની વાત એ છે કે, સમગ્ર રાજયમાં ચકચાર મચાવનારી આ લડતનો એકડો ઘુંટાયો કયાંથી....?

 

એટેન્ડેન્ટ યુવતિએ તા.14ના રોજ કલેકટર કચેરીમાં પોતાના બાકી પગાર સંબંધે મીડીયા સામે વાતચીત કરતી વખતે એક વાકય કહ્યું અને આ મદર્નિી દિકરીએ એવો ધડાકો કર્યો કે સુપરવાઇઝરો એટેન્ડેન્ટ યુવતિઓને ફીઝીકલ સંબંધ રાખવ માટે દબાણ કરે છે..

 

‘ફીઝકલ સંબંધ રાખવા માટે દબાણ’.....આજકાલની શાર્પ નજરે આ વાકય પકડી લીધું હતું અને ફીઝીકલ રીલેશન રાખવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ગંભીર બાબત પર લડતની શઆત કરી હતી. સતત એક સપ્તાહ સુધી આ લડત ચાલી, મંગળવારે પ્રકરણ ઉજાગર થયું અને મંગળવારે જ અપરાધીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો, આ લડતમાં બધા સાથે મળ્યા હતાં અને આખરે આ પ્રકરણમાં ભોગ બનેલ યુવતિઓને ન્યાય મળવાના દ્વાર ખુલ્યા છે, પોલીસ ફરિયાદ નોંધાઇ ગઇ છે.

 

‘આજકાલ’ દૈનિકે તો પત્રકારત્વનો ધર્મ નીભાવ્યો છે અને નીડરતાપૂર્વક લડત ચલાવી છે, પરંતુ અમે આ જીતનો સંપૂર્ણ શ્રેય માત્રને માત્ર એ એટેન્ડેન્ટ દિકરીને આપવા માંગીએ છીએ કે જેણે હીંમતભેર ફીઝીકલ રિલેશન વાકયનો ઉપયોગ કરીને કોવીડ હોસ્પિટલની અંદર ચાલી રહેલા સનસનીખેજ સેકસ કાંડ પરથી પડદો ઉંચકયો હતો, આ દિકરીને જેટલી સાબાશી આપીએ એટલી ઓછી છે.

 

સત્ય બોલેલું એક વાક્ય શું કરી શકે છે? અને સત્યમાં કેટલી તાકાત હોય છે? તેનો પણ એક જીવતો જાગતો દાખલો આપણને વધુ એક વખત મળ્યો છે. હવે જોવાનું એ છે કે, આ પ્રકરણમાં અન્ય કેટલાં અપરાધીઓના હજુ સુધી પદર્િ પાછળ રહેલાં ચહેરા ક્યારે સામે આવે છે?

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS