પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું ત્યારથી ૧૬૩ જેટલા કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા અને તેઓ ઉપવાસ આંદોલન ચલાવતા હતા ભાજપ આગેવાનોની દરમિયાનગીરીથી ઉપવાસનો અંત આવ્યો છે અને ૬૦ થી વધુ સૈનિકોને કામ ઉપર લેવાનું જાહેર થયું છે
પોરબંદર શહેરને સ્વચ્છ રાખવા માટે સતત સેવામાં રહેતા સફાઈ કામદારો છેલ્લા ઘણાં દિવસોથી પોરબંદર મહાનગરપાલિકા બિલ્ડિંગ સામે ધરણાં ઉપર બેઠા હતા. આ કર્મયોગીઓની નોકરી પર પુન:વહાલી માટેની માંગ સાથે તેમની અવાજ ઊંચો કરાયો હતો.
ભાજપના અગ્રણીઓ રામદેવભાઈ મોઢવાડીયા તથા ધર્મેશભાઈ પરમાર દ્વારા પોરબંદરના કલેક્ટર તથા મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમના ઉગ્ર પ્રયત્નોના પરિણામે માંગણીને સ્વીકારવામાં આવી છે અને હવે સફાઈ કામદારોને નોકરી ઉપર પાછા લેવા નિર્ણય લેવાયો છે.
આ અંતર્ગત ૬૦થી વધુ સફાઈ કામદારોને તેમના કાર્યસ્થળે પુન:સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે ધરણાં ઉપર બેઠેલા આગેવાનો અને સફાઈ કામદારો માટે વિશાળ પારણાં કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાલ્મીકિ સમાજ ના મુખ્ય આગેવાનો અને વિશાળ સંખ્યામા સફાઈ કામદાર ને ભારતીય જનતા પાર્ટી આગેવાનો દ્વારા મીઠું મોઢું કરાવીને પારણાં કરવામાં આવ્યા ત્યાર પછી વાલ્મીકિ સમાજ દ્વારા સફાઈ કામદાર ને પરત કામ ઉપર લેવાના કાર્યને લઇને સતત પ્રયત્નો રહા હતા તેવા આગેવાનો હાર પેહરાવી ને અભિવાદન કર્યું હતું.
વાલ્મીકિ સમાજ ના આગેવાનો અને સફાઈ કામદાર દ્વારા ત્યારે આજે સફાઈ કામદાર ને ફરી નોકરી નો પ્રશ્ન અને શહેર ની સફાઈ નો પ્રશ્ર્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું
આ પ્રકારે એક મહત્વપૂર્ણ સમાજહિતનો નિર્ણય લેવાયો છે, જે માત્ર સફાઈ કામદારો માટે નહીં, પરંતુ સમગ્ર શહેર માટે આજ ના કાર્યક્રમમા ઉપસ્થિત આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, તાલુકા પ્રમુખ રાણાભાઈ મોઢવાડીયા, ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા, ભાજપ યુવા આગેવાન ધર્મેશભાઈ પરમારપૂર્વ કાઉન્સિલર હિતેશભાઈ કારીયા, ભલાભાઈ મયારિયા,મહેન્દ્રસિંહ ચાવડા, દેવશીભાઈ પરમાર, જયેશ ભાઈ કારાવદરા, નિલેશભાઈ જોશી, અનિલ ભાઈ મોતિવરસ, પૂજાબેન સિડા અને સંગઠનના આગેવાનો નીલેશભાઈ બાપોદરા, સુરેશભાઈ સિકોતરિયા, યોગેશભાઈ જોશી, અમૃતભાઇ રાઠોડ, પરબતભાઈ મોઢવાડીયા મનસુખભાઈ વ્યાસ, દિનેશભાઈ દુધ્રેજીયા,મનોજભાઈ મકવાણા, દેવભાઈ મકવાણા લીલાભાઈ કુછડીયા, યોગેશભાઈ પૂનાણી, દીપકભાઈ વાઘેલા, માધવજીભાઈ મકવાણા, ચિરાગભાઈ ડાભી કરણભાઈ સામાણી સાથે મોટી સંખ્યા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech