જામનગરમાં કરાર આધારિત કાયદા સલાહકારની નોકરીની મુદ્દત લંબાવવામાં આવતા કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરાત રદ્દ કરાઈ

  • February 01, 2025 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભુમી દ્વારકા જીલ્લાના સંવેદનશીલ દરીયાઇ વિસ્તારમાં એસપીના આદેશથી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ અને ચેકીંગ સહિતની સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે, નિર્જન ટાપુઓ પર પોલીસની ટુકડીઓ દ્વારા મેગા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે, પ્રતિબંધીત ટાપુઓ પર જવાનો દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે.




રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવએ નિર્જન ટાપુઓ પર થયેલ ગેરકાયદે દબાણ હટાવવા બાબતે જ‚રી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ તેમજ નિર્જન ટાપુઓ પર કોઇ ગેરકાયદે દબાણ કે પ્રવૃતી કે કોઇ ગેરકાયદે રીતે પ્રવેશ ન કરે તે માટે સ્પેશ્યલ કોમ્બીંગનું આયોજન કરવાની સુચના આપવામાં આવી હતી.



જે અનુસંધાને દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દ્વારકા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતી તથા ડીવાયએસપી સાગર રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયા સુઆયોજીત આયોજન કરી દેવભુમી દ્વારકા જીલ્લાના દરીયાઇ વિસ્તારમાં આવેલ અલગ અલગ ટાપુઓ પર દ્વારકા એસઓજી, દ્વારકા મરીન ટાસ્ક ફોર્સ, ઓખા મરીન પોલીસ સ્ટેશન, એસઆરડીના જવાનોની ટીમ બનાવી કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.



ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા હથિયારધારી જવાનો સાથે નિર્જન ટાપુઓ પર કોમ્બીંગ, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરીયાઇ કિનારે માછીમારી કરતી તમામ ફીશીંગ બોટનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું આ ઉપરાંત પ્રતિબંધીત ટાપુઓ પર અનઅધિકૃત રીતે અવર જવર કરનારા લોકોની ઓળખ અને તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત શંકાસ્પદ પ્રવૃતીઓ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. અને જરૂર જણાયે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application