દારૂના ગુન્હામાં પકડાયેલા આરોપીને પાસા તળે વડોદરાની જેલમાં ધકેલી દેવાયો

  • October 04, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દારૂના ગુન્હામાં પકડાયેલા આરોપીને પાસા તળે વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમો વિ‚ધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. પોરબંદર શહેરના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર દા‚ની પ્રવૃત્તિ કરવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી નિલેષ ઉર્ફે ગોપાલ મશરીભાઇ ઓડેદરા, ઉ.વ. ૩૦ રહે. બોખીરા ગામની વસમીધાર સીમ, આર.ટી.ઓ. કચેરી નજીક પ્રાથમિક શાળા પાસે, તા.જી. પોરબંદરવાળા વિદારૂધ્ધમાં પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. પોરબંદરે પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી.લાખાણી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે. 
આ કામગીરીમાં પોરબંદર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, વુમન એ.એસ.આઇ. ‚પલબેન લખધીર તથા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, ઉદયભાઇ વ‚, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા, પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ છેલાવડા તથા પોલીસ હેડ કવાર્ટરના આઉટસોર્સ ડ્રાઇવર સંજયભાઇ માલમ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application