રાણાવાવ વિસ્તારના વિદેશીદાના ગુન્હાના આરોપીને પાસાના પિંજરે પુરી દેવાયો છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દાના જથ્થામાં પકડાયેલ ઇસમો વિધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના દાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અજીતકુમારસિંહ હિર્દનારાયણસિંહ રાજપુત, ઉ.વ.૫૩, રહે.સરયલોકા, બીરભાનપુર, જોનપુર, ૨૨૨૧૦૯, ઉતરપ્રદેશ, હાલ મકાન નંબર એ-૮૧ અંજલીધારા રેસીડેન્સી, સારંગપુર વિસ્તાર,અંકલેશ્ર્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તાર, તા.અંકલેશ્વર, જી.ભચવાળા વિધ્ધમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી. ચુડાસમાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી. ધાનાણી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી. ચુડાસમા રાણાવાવ પોલીસ સ્ટેશન તથા વુમન એ.એસ.આઈ. પલબેન લખધીર તથા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા,મુકેશભાઇ માવદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.આર.ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ રણજીતભાઇ ડાંગર તથા કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવશીભાઇ વ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રામસિંગભાઇ સોલંકી તથા પોલીસ હેડ ક્વાર્ટરના આઉટસોર્સ ડ્રાઇવર જયગીરી ગોસ્વામી રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech