મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી છેક ચાર વર્ષે ઝડપાયો

  • May 30, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીને નાસતા ફરતા સ્કોર્ડ-મહુવા ડિવિઝને ઝડપી લીધો હતો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર,ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતા-ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસતા-ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સુચના અને માર્ગદર્શન હેઠળ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપી લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા આરોપીઓનું અલગથી ટાર્ગેટલીસ્ટ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બ્લ્યુપ્રિન્ટ બનાવી ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આપેલી સખ્ત સૂચના હેઠળ  મહુવા ડિવિઝનના નાસતા-ફરતા સ્કોર્ડ દ્વારા મહુવા પોલીસ મથકના  ગુ.ર.નં-૧૧૯૮૦૩૫૨૨૦૫૨૬/૨૦૨૨ આઇ.પી.સી કલમ. ૩૦૨,૧૧૪ આસે એકટ ૨૫/૧/એ, ૨૭,૨૯ અને  જી.પી.એકટ કલમ-૧૩૫ વિ. મુજબના ગુન્હાઓમાં છેલ્લા ૪ વર્ષથી નાસતા-ફરતા આરોપી મોહમદજાવેદ અબ્દુલરજાક મોગર (ઉ.વ-૩૫ હાલ રહે- ગોબરા ઇન્ટસ્ટ્રીયલ એસ્ટેટ દાનપુની કલકતા રાજય-પશ્ચીમ બંગાળ મુળ રહે-મહેંદીબાગ,નવા બસસ્ટેન્ડ પાસે,મહુવા જી-ભાવનગર)ને અમદાવાદના ઉજાલા સર્કલથી ઝડપી લઈ તેને મહુવા ટાઉન પોલીસને હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અંશુલ જૈનની  સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.એ.વાઢેર, આસી.સબ.ઇન્સશ્રી  જે.આર.આહીર, પો.કોન્સ. હરપાલસિંહ સરવૈયા તેમજ  હેડ.કોન્સ. બનેસંગભાઈ મોરી જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application