દારૂ અંગેના કેસનો ફરારી આરોપી પેરોલ ફર્લો સ્કવોર્ડના હાથે ઝડપાયો

  • October 30, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં દારૂ અંગેનો એક કેસ નોંધાયો હતો, જે કેસમાં નાસતા ફરતા જામનગરના એક આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે ઝડપી લીધો છે, અને પંચ કોશી બી. ડિવિઝન પોલીસ મથકમા સુપ્રત કરી દીધો છે.



જામનગરમાં હવાઈચોક, ભાનુશાળી વાડ શેર નંબર-૧ માં રહેતા અજય ઉર્ફ લાલો ભરતભાઈ કનખરા સામે થોડા સમય પહેલાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં પોતે નાસતો ફરતો રહ્યો હતો. 


ઉપરોક્ત આરોપી જામનગરમાં આવ્યો છે, અને ભીડભંજન મહાદેવના મંદિર પાસે ઉભેલો છે, તેવી ચોક્કસ માહિતી જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમને મળી હતી. જેથી ઉપરોક્ત ટીમે ગોઠવી તેને ઝડપી લીધો છે, અને પંચકોશી બી. ડીવીઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application