ઉનાની આંગડિયા પેઢીની લૂંટનો ફરાર આરોપી ઝડપાયો

  • June 20, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના શહેરમાં ગત તારીખ ૧૯/૧૦/૨૧ના રોજ વહેલી સવારે સોમાભાઈ રામદાસ આંગડિયા પેઢીના કર્મચારી ઉના બસ સ્ટેશનમા દીવ ભાવનગર રૂટની બસમા જવા માટે ચડતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમએ બુકાની મોઢે બાંધેલ તેણે આ કર્મચારી પાસે રહેલ

થેલાની લૂંટ કરી નાસી ગયો હતો. ેલામા રોકડા રૂપિયા, હીરાના પેકેટો, સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૬૦ લાખ ૮૦ હજાર ૨૫૦ની લૂંટ યાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ોડા દિવસોમાં પાચ આરોપીઓને પકડી રૂપિયા ૧૭ લાખ ૫૭ હજાર ૮૫૦નો મુદામાલ રિકવર કરેલ હતો આ લૂંટના ગુનાનો આરોપી મૌલિકસિહ ઉર્ફે મુન્નાબાપુ રણમલસિહ વાઢેર ઉ.વ.૪૦ રહે. ગામ રણોદતા, શંખેશ્વર, જિ. પાટણ જે મોટર કાર ચલાવતો હતો જે ફરાર હતો. અને તેની સામે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગત ૨૦૨૩ના વર્ષમા ગેર કાયદેસર હયિાર રાખવાનો ગુનો ડી.સી.બી. પોલીસ સ્ટેશન અમદાવાદમાં ધી.આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧),બી. ઓ.૨૯ તા જીપી એક્ટ ૧૩૫ પણ દાખલ હતો પોલીસે તેને પકડવા રૂપિયા ૧૦,૦૦૦નું ઈનામ જાહેર કરેલ હતું. અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાન્ચની પોલીસને બાતમી મળેલ કે આરોપી મૌલિકસિંહ મધ્યપ્રદેશમાં ઇન્દોર જિલ્લ ાના મેવજી તાલુકાના ગામ જામખા, જામગેટમાં પોતાની ઓળખ છૂપાવી રહેતો હતો. આ આરોપી અમદાવાદ આવ્યાની જાણ અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાન્ચની પોલીસને તાં અમદાવાદમાંી પકડી પાડયો હતો. આમ ઉનાની આંગડિયા પેઢીની લૂંટનો વધુ એક આરોપી પકડી લીધો હતો. ટૂંક સમયમાં ઉના પોલીસ તેનો કબજો લેવા અમદાવાદ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application