એલિયન્સ પર નવો દાવો : વેટિકનને લાંબા સમયથી યુએફઓ વિશે જાણે

  • August 14, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલિયન્સ અને યુએફઓ (અજ્ઞાત ઉડતી રકાબી) અંગે વિવિધ દાવાઓ કરવામાં આવ્યા છે. ત્યારે આ દરમ્યાન અમેરિકાના યુએફઓ પ્રચારક સ્ટીવ બેસેટ દ્રારા નવો દાવો કરવામાં આવ્યો છે. તેમના મતે, કેથોલિક ચર્ચ (વેટિકન) લાંબા સમયથી યુએફઓ વિશે જાણતા હતા. તેમને માહિતી છુપાવી રાખી હતી. બાસેટે દાવો કર્યેા છે કે, જો તપાસ કરવામાં આવે તો વેટિકન આર્કાઈવ્સમાં પુરાવાના દસ્તાવેજો મળી જશે, બ્રિટિશ અખબાર ધ સનને આપેલા ઈન્ટરવ્યુમાં સ્ટીવ બેસેટે કહ્યું કે, ચર્ચના ધાર્મિક ચિત્રો એલિયન્સનું અસ્તિત્વ દર્શાવે છે. કેથોલિક ચર્ચ આ વિશે હજારો વર્ષેાથી જાણે છે. ઘણી અસાધારણ માહિતી વેટિકન પુસ્તકાલયો અને આર્કાઇવ્સમાં સદીઓથી બધં પડી છે. તેમણે દાવો કર્યેા હતો કે, ૧૯૩૩માં પૃથ્વી પર ક્રેશ થયેલા અવકાશયાનમાંથી ઓછામાં ઓછા દસ જેટલા એલિયન્સ મળી આવ્યા હતા. ઇટાલીએ મુસોલિનીના શાસન દરમિયાન ૧૯૩૩માં એક યુએફઓ શોધ્યું હતું.
ગત વર્ષે યુએસ એરફોર્સના ભૂતપૂર્વ અધિકારી ડેવિડ ગ્રુશે દાવો કર્યેા હતો કે, અમેરિકા પાસે યુએફઓના ટુકડા હાજર છે. બેસેટે કહ્યું કે, અત્યાર સુધીના પુરાવા સાધારણ છે. ગ્રુશના દાવાઓની તપાસ કરવાની જર છે. જો તપાસ કરવામાં આવે તો ખબર પડશે કે અમેરિકન સરકાર ૧૯૪૭ની રોઝવેલ ઘટના (કથિત રીતે ઉડતી રકાબી શોધવા) પહેલા એલિયન્સના અસ્તિત્વ વિશે જાણતી હતી.
સ્ટીવ બેસેટના દાવા બાદ નિષ્ણાતો વેટિકનના આર્કાઇવ્સ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજારો વર્ષેાના રેકોડર્સ મેળવવા માટે તેઓને ચર્ચની સર્વેાચ્ચ સંચાલક મંડળ હોલી સી પાસેથી પ્રવેશ માટે પરવાનગી મેળવવી પડશે. બાસેટે કહ્યું કે, યાં સુધી અમેરિકી રાષ્ટ્ર્રપતિ ઔપચારિક પથી એલિયન્સના અસ્તિત્વનો ખુલાસો નહીં કરે ત્યાં સુધી ચર્ચ સંશોધકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપશે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application