અમેરિકી રાષ્ટ્ર્રપતિના કાફલાને બેકાબૂ કારે જોરદાર ટક્કર મારી

  • December 18, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકન રાષ્ટ્ર્રપતિ જો બાયડેનની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યો છે જેમાં બાયડેન કાફલા સાથે એક કાર અથડાઈ હતી. જો બાયડેન તેમની પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી, જો કે આ ઘટનામાં કોઈને નુકસાન થયાની માહિતી નથી.


અમેરિકાના ડેલાવેરના વિલ્મિંગટનમાં અમેરિકાના રાષ્ટ્ર્રપતિ જો બાયડેનથી લગભગ ૪૦ મીટર દૂર નજીક જ એક કાર રાષ્ટ્ર્રપતિના કાફલા સાથે અથડાતા સુરક્ષા કર્મીઓએ રાષ્ટ્ર્રપતિને તાત્કાલિક કારમાં બેસાડી દીધા હતા. વ્હાઈટ હાઉસના અધિકારીએ આ ઘટના અંગે કહ્યું હતું કે રાષ્ટ્ર્રપતિ અને તેમના પત્ની બંને ઠીક છે અને કોઈ નુકસાનના સમાચાર નથી. આ ટક્કર બાદ રાષ્ટ્ર્રપતિ અને તેમના પત્નીને ઘટનાસ્થળેથી દૂર લઈ જવાયા હતા અને સુરક્ષાકર્મીઓએ જે કારે ટક્કર મારી હતી તેને ઘેરી લીધી હતી. ડ્રાઈવરને હાથ ઉંચા કરવાની સૂચના આપી હતી. દરમિયાન,બાઇડનને અન્ય કારમાં લઇ જવામાં આવ્યા હતા. સિક્રેટ સર્વિસે આ ઘટના પર તાત્કાલિક કોઈ નિવેદન આપ્યું નથી.


ગયા વર્ષે પણ આવી ઘટના બની હતી
ગયા વર્ષે એક નાનું ખાનગી વિમાન આકસ્મિક રીતે ડેલાવેરમાં પ્રતિબંધિત એરસ્પેસમાં પ્રવેશ્યું હતું. આ પછી રાષ્ટ્ર્રપતિ અને તેમની પત્નીને બહાર કાઢવામાં આવ્યા હતા. સિક્રેટ સર્વિસે કહ્યું હતું કે એક વિમાન ભૂલથી સુરક્ષિત વિસ્તારમાં ઘૂસી ગયું હતું. આનાથી બાઇડન૦ અને તેમના પરિવારને કોઈ ખતરો નથી. ઘટના બાદ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા અને બાઇડનના પરિવારને રેહોબોથ બીચ ખાતેના તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. ફેડરલ રેગ્યુલેશન્સ માટે પાયલટસે ટેક ઓફ કરતા પહેલા તેમના ટ પર લાઇટ પ્રતિબંધો તપાસવાની જર હોય છે. રાષ્ટ્ર્રપતિની આસપાસ લાઇટ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનાર કોઇ પણ વિમાનને રોકવા માટે યુએસ મિલિટરી જેટસ અને કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.      



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application