યુએન ચીફે કહ્યું કોરોના રસી પર તાજેતરની સફળતા આશાઓનું કિરણ જગાવે છે

  • November 21, 2020 02:11 PM 226 views

કોરોના રોગચાળો વિશ્વભરમાં કહેર વરસાવી રહ્યું છે. દરેકને કોરોના રસીથી અપેક્ષાઓ છે. અત્યારે અમેરિકાની ફાઈઝર રસી આ દોડમાં મોખરે છે. આ સિવાય અમેરિકાના મોડર્ના, યુકેના ઓક્સફોર્ડ રસીના પરિણામો પણ સકારાત્મક દેખાઈ રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ (યુએન) ના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે કોરોના રસી પર તાજેતરની સફળતાથી આશાની કિરણ પ્રદાન થાય છે, જેનો ઉપયોગ કોરોના સારવારમાં થવાનો છે. તેમણે જી -૨૦ દેશોને કોરોના સારવારમાં રસી અને ડ્રગના વિકાસને વેગ આપવા વૈશ્વિક સહકારને ટેકો આપવા જણાવ્યું હતું.

આ અઠવાડિયે, વૈશ્વિક દવા ઉત્પાદકો ફાઇઝર અને બાયોનોટેકે જણાવ્યું છે કે તેમની કોવિદ-૧૯ રસી ૯૫ ટકા અસરકારક છે. તેમણે કહ્યું કે વૃદ્ધો પર તેની ખૂબ સારી અસર જોવા મળી રહી છે. ગુટેરેસે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોવિદ-૧૯ રસી પર તાજેતરની સફળતાની આશાનું કિરણ છે. આ ઉમ્મીદની કિરણ બધા સુધી પહોચે તે જરૂરી છે. 
રસી વિશેની ઘોષણાઓએ સામાન્ય જનતામાં તેમની ઉપયોગની સંભવિત ઉપલબ્ધતા થી લાખો લોકોને આશાનું કિરણ બતાવ્યું છે. 

ફાઈઝર યુએસ વહીવટ સમક્ષ અરજી કરશે
ફાઈઝરએ જણાવ્યું છે કે તે કોરોના રસીના કટોકટી ઉપયોગની મંજૂરી આપવા માટે યુ.એસ.ના આરોગ્ય નિયમનકારોને અરજી કરશે. કોરોના વાયરસ સામે લોકોને બચાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે. નોંધનીય છે કે ફાઇઝર અને તેની જર્મન સહાયક કંપની બાયોએન્ટેકે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેમની રસી કોરોનાથી બચાવવામાં ૯૫ ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય સુરક્ષા સંબંધિત કોઈ સમસ્યા પણ જોવા મળી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application