સુપ્રીમ કોર્ટે ફિલ્મ 'હમારા બારહ'ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે બોમ્બે હાઈકોર્ટને આ કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલો નિર્ણય લેવા પણ કહ્યું છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ ઈસ્લામની માન્યતાઓ વિરુદ્ધ છે અને તેમાં પરિણીત મુસ્લિમ મહિલાઓને પણ ખોટી રીતે બતાવવામાં આવી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું કે જ્યાં સુધી ફિલ્મ વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર નિર્ણય નહીં આવે ત્યાં સુધી ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે. આ ફિલ્મ 14 જૂનના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાઈકોર્ટને વિનંતી કરીએ છીએ કે તે આ અરજી પર ઝડપથી નિર્ણય કરે. બોમ્બે હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પિટિશનર્સના વકીલ ફૌઝિયા શકીલે કહ્યું કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને આ ફિલ્મના દ્રશ્યો જોવા માટે એક કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. સમિતિને ફિલ્મના વિવાદાસ્પદ દ્રશ્યો જોઈને તેના પર પોતાનો અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું છે.
તેના પર ફિલ્મ નિર્માતાઓના વકીલે કોર્ટમાં કહ્યું કે જે સીન પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તે તમામ સીન હટાવી દેવામાં આવ્યા છે. તેના પર કોર્ટે કહ્યું કે આવું થયું નથી. અમે આજે જ ફિલ્મનું ટીઝર જોયું. જે દ્રશ્યો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તે તમામ દ્રશ્યો તેમાં છે. ફિલ્મ મેકર્સના વકીલે કહ્યું કે રિલીઝ પર રોક લગાવવાથી અમને નુકસાન થશે. તેના પર જજે કહ્યું કે જો ફિલ્મનું ટીઝર જ આટલું વાંધાજનક છે તો આખી ફિલ્મમાં શું થશે. પહેલી નજરે લાગે છે કે તમે વિવાદાસ્પદ દ્રશ્યને હટાવવામાં નિષ્ફળ ગયા છો.
હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં પરિણીત મુસ્લિમ મહિલાઓનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું છે. ફિલ્મ કહે છે કે મુસ્લિમ મહિલાઓને મનુષ્ય તરીકે અધિકાર નથી અને આ વાત કુરાનમાં કહેવામાં આવી છે. આ ફિલ્મમાં કુરાનની કલમનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. આના પર હાઈકોર્ટે અગાઉ ફિલ્મ નિર્માતાઓને 14 જૂન સુધી ફિલ્મ રિલીઝ ન કરવા જણાવ્યું હતું. આ પછી બીજો આદેશ આપવામાં આવ્યો. જેમાં બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને ત્રણ સભ્યોની કમિટી બનાવવાનું કહેવામાં આવ્યું. તેમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ સભ્ય હોવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech