સુપ્રીમનો રાજ્યોને સવાલ શું વધારી શકાય છે 50 ટકાથી વધુ આરક્ષણની મર્યાદા ?

  • March 08, 2021 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મરાઠા આરક્ષણ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ રાજ્યોને નોટીસ ઈસ્યુ કરીને પૂછ્યું છે કે, શું આરક્ષણની મર્યાદા ૫૦ ટકાથી વધારી શકાય છે? ઉપરાંત કોર્ટે રાજ્યને મહત્વપૂર્ણ સવાલ ઉપર જવાબ માંગતા પૂછ્યું હતું કે, શું રાજ્યો કોઈ વિશેષ જાતિને આરક્ષણ આપવા માટે સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત જાહેર કરવા સક્ષમ છે? કોર્ટે વર્ષ 1992માં ઇન્દિરા સહાનીની અરજી ઉપર ઐતિહાસિક નિર્ણય આપતા જાતિ આધારિત આરક્ષણની વધુમાં વધુ મર્યાદા ૫૦ ટકા કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે 30 નવેમ્બર 2018 એ વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પાસ કર્યું હતું. જેના હેઠળ મરાઠી લોકોને રાજ્યની નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં 16 ટકા આરક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આ નિર્ણય યોગ્યતા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. 16 ટકા આરક્ષણના નિયમ બાદ રાજ્યમાં રિઝર્વેશન કોટા ૫૦ ટકા થઇ ગયો હતો.

 

સુપ્રીમ કોર્ટ 1992માં ઓબીસી માટે ૨૭ ટકા આરક્ષણનો સ્વીકાર કર્યો હતો. મરાઠા આરક્ષણને પડકારતી અરજીમાં આ કાયદાને આ અસંવૈધાનિક કહેવામાં આવ્યો હતો. કારણકે તેને ૫૦ ટકા આરક્ષણ પાર કરી લીધું છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી પીઠ આ મુદ્દે પણ દલિલ સાંભળશે. કે શું ઇન્દિરા સહાની મામલામાં 1992 માં આવેલા ઐતિહાસિક નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાનું જરૂરી છે? પીઠે કહ્યું હતું કે તે આગામી સોમવારે 15 માર્ચે આ મામલે સુનાવણી કરશે. પીઠે રાજ્યોને આ મામલે લેખિત જવાબ આપવા માટે કહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS