પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળાનું નગરના મેયર-મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું: ચેકિંગ દરમિયાન નાની મોટી રાઈડ મંજૂરી વગર ખડકઈ હોવાથી તાત્કાલિક અસરથી દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા 20 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો બે દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ રાઈડ શરૂ થઈ ન હોવાથી આજે નગરના મેયર તેમજ કમિશનર સહિતના અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા મેળાના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મંજૂરીની પ્રક્રિયાઓ લગભગ પૂર્ણતાના આરે છે આજે સાંજે મેળો શરૂ થાય તેવી શક્યતાઓ છે.
દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં મંજૂરી વગરની નાની મોટી આઠ જેટલી રાઇડને એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે. નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ઝાલા, નાયબ કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોય તથા અન્ય અધિકારીઓ અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો વગેરે દ્વારા પ્રદર્શન મેદાનના મેળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વ્યવસ્થા ની ચકાસણી કરવામાં આવી હતી.
ઉપરોક્ત સ્થળે 8 જેટલી નાની મોટી રાઈડ કે જે મંજૂરી વગર રાખવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી તાત્કાલિક તેને દૂર કરી લેવામાં આવી છે. રાજકોટની ગેમઝન દુર્ઘટના બાદ યાંત્રિક રાઈડ શરૂ કરવા માટેના કેટલાક નવા નિયમો જાહેર થયા છે, તેને અનુરૂપ પ્રદર્શન ગ્રાઉન્ડના મેળામાં યાંત્રિક રાઈડ શરૂ કરવા માટેની મંજૂરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને લગભગ અલગ અલગ વિભાગની મંજૂરીઓ એકત્ર કરવામાં આવી છે. જેથી ટુંક સમયમાં મેળાનું લાયસન્સ ઇસ્યુ થઈ જાય અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ થઈ જાય તેવી સંભાવનાઓ છે. દરમિયાન હાલમાં મશીન મનોરંજનની રાઇડ સિવાય રમકડાં સ્ટોલ, ફૂડ સ્ટોલ વગેરે ચાલુ થઈ ગયા છે, પરંતુ રાઈડ વિના મેળો સુનો સુનો લાગી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech