સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શિવ શોભાયાત્રાનું સ્વાગત

  • March 06, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવભક્તોને સરબત અને ઠંડા પાણીનું વિતરણ


છોટી કાશી તરીકે વિખ્યાત એવા જામનગરમાં વર્ષોની પરંપરા મુજબ મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા શિવરાત્રીના પાવન અવસરે શિવશોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરના બેડી ગેઇટ ચોકમાં શિવ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા દ્વારા શિવ પરિવારના દર્શનની ઝાંખી નાના બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન સર્વ શિવ ભકતો માટે સરબત વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સિમિત રાવલ, સુનિલ જોષી,મહેશ રાવલ, કિરીટ ઠાકર, રાજેશ ઠાકર, પ્રણવ રાવલ, નિરવ મહેતા, જાંમ્બાલી રાવલ, રાજુ વ્યાસ, વિરલ ત્રિવેદી, રાજેન્દ્ર પુરોહિત, કપિલ રાવલ, કેતન જોષી સહિત  સંસ્થાના ભાઇઓ બહેનો દ્વારા  જહેમત ઉઠાવવા આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application