પાંચ વર્ષની છોકરીને પેટમાં બચકું ભરી તેમજ વેલણ વડે મોઢામાં તેમજ માથામાં જીવલેણ ઈજા કરી મૃત્યુ નિપજાવનાર આરોપીની જામીન અરજી નામંજુર કરતી સેશન્સ કોર્ટ

  • March 03, 2025 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસમાં સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમાર રોકાયા હતા..


આ કેસની હકીકત એવી છે કે, જામનગરમાં રહેતી સરવરીબેન મનીષભાઈ જાનીનાં લગ્ન રવિભાઈ રમેશભાઈ પાનસુરિયા સાથે થયા હતા. તેમનાં લગ્નથી તેને સંતાનમાં એક પુત્રી હતી જેનું નામ નિધિ રાખેલ હતું. લગભગ ત્રણ વર્ષ બાદ ફરીયાદી સરવરીબેને તેનાં પતિ રવિ સાથે છુટાછેડા લઈ લીધેલ હતા. 



ત્યારબાદ ફરીયાદીનો સંપર્ક આરોપી વિરેન જાનકીદાસ રામાવત સાથે થયેલ અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોય, ફરીયાદીએ આરોપીને લગ્ન કરવાનું કહેતા આરોપી વિરેને લગ્ન કરી લઈશ પરંતુ તારી દિકરીને રાખીશ નહિ તેવું જણાવી ફરીયાદી સાથે લગ્ન કરવામાં પાંચ વર્ષની દિકરી આડખીલી બનતી હોય, આ સગીરવયની દિકરીને પેટમાં બચકું ભરી, વેલણ વડે બંને હાથે-પગે, મોઢામાં તેમજ માથામાં જીવલેણ ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાખ્યા અંગે સીટી 'સી' ડીવી. પો.સ્ટે.માં આરોપી વિરેન રામાવત સામે ફરીયાદ નોંધાવવામાં આવેલ.


હાલનાં આરોપીએ જામીન મુક્ત થવા અંગે નામ. સેશન્સ કોર્ટમાં અરજી કરેલ. જેમાં સરકાર તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે, આરોપીનું પુરથમથી જ એફ. આઈ. આર. માં નામ છે, તથા આરોપી સામે પ્રથમ દર્શનિય કેસ છે તેમજ હાલમાં આવા આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરી, સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તથા આવા ગુનાની ગંભીરતા, ગુનાનો પ્રકાર તથા જે રીતે ગુનો કરવામાં આવ્યો છે.


ઉપરોક્ત તમામ દલીલો ધ્યાને રાખી એડી. ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વી.પી.અગ્રવાલ દ્વારા આરોપી વિરેન જાનકીદાસ રામાવતની જામીન અરજી નામંજુર કરેલ છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમાર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application