ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચંટ્સ એસો. દ્વારા વધુ એક અઠવાડીયા માટે સ્વૈચ્છિક બંધનો નિર્ણય

  • May 04, 2021 08:40 PM 

ધી સીડ્સ એન્ડ ગ્રેન મર્ચંટ્સ એસો. ના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ અને માનદ મંત્રીશ્રી લહેરીભાઇની એક યાદી જણાવે છે કે હાલ કોરોના ની વધુ વણસેલ પરિસ્થિતિને કારણે સંસ્થા દ્વારા બહુમતી સભ્યોના મંતવ્ય મુજબ પોતાના ધંધા રોજગાર વધુ એક અઠવાડીયા માટે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તા.03-05-2021 થી 07-05-2021 સોમવાર થી શુક્રવાર સુધી સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ ચાલુ રહસે અને તા.08-05-2021 અને તા.09-05-2021 શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહસે. આ નિર્ણયને વધુ એક અઠવાડીયા એટ્લે કે આગામી તારીખ 09-05-2021 સુધી લંબાવવાનું નક્કી કરેલ છે. બધા વેપારી મિત્રો કોરોનાની આ ચેન તોડવા માટે પોતાની કટિબધ્ધતા દર્શાવી આ નિર્ણય લીધેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS