આજથી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની દિલ્હી–સૌરાષ્ટ્ર્ર વચ્ચેની મેચ રમાઈ રહી છે, દિલ્હીની ટીમએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યેા હતો. બપોર સુધીમાં દિલ્હીની ટીમ ૧૮૮ રનમાં ઓલ આઉટ થઇ હતી. સૌરાષ્ટ્ર્ર તરફથી રમતા રવિન્દ્ર જાડેજાની ફીરકીનો જાદુ જોવા મળ્યો હતો. જાડેજાએ ૧૭ ઓવરમાં ૬૬ રન આપી ૫ વિકેટ મેળવી હતી, જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૬૩ રન આપી ૩ વિકેટ હાંશિલ કરી હતી. દિલ્હીની ટીમમાં સર્વાધિક રન ૬૦ રન કેપ્ટન આયુષ બાદોલીએ બનાવ્યા હતા જયારે બીજા નંબરે યશ ધૂલએ ૪૪ રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમના સ્ટાર બેટસમેન અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિષભ પંતએ ૧ રનમાં પોતાની વિકેટ ગુમાવી હતી.
દિલ્હીની ટીમએ આપેલા ૧૮૮ રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી સૌરાષ્ટ્ર્રની ટીમે આ લખાય છે ત્યારે ૧૯ ઓવરમાં ૬૩ રન બનાવી ચિરાગ જાની અને ચેતેશ્વર પુજારાની સસ્તામાં વિકેટ ગુમાવી હતી. ઓપનર હાર્વિક દેસાઈ અને શેલ્ડોન જેકશન
રમતમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રણજીની મેચમાં મુંબઈની ટીમ અજિંકયા રહાણેના નેતૃત્વમાં અને મુંબઈની ટીમ ઇન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મેદાનમાં ઉતરશે.રણજી ટ્રોફી: દિલ્હીની ટીમ ૧૮૮ રનમાં ઢેર: જાડેજાનો જાદુ ચાલ્યો, ૫ વિકેટ ઝડપ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech