વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ:સ્વાર્થ નેતૃત્વમાં વડાપ્રધાનએ ભાવનગરમાં નારી ગામની નજીક ૨૦ એકરના વિશાળ પ્રાંગણમાં અંદાજે ૧૦૦ કરોડના ખર્ચે ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટરનું ગત તા.૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ લોકાર્પણ કરીને વિજ્ઞાન ક્ષેત્રે ભાવનગરને અગ્રેસર કર્યું છે.
ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી તેમજ સુરેન્દ્રનગર વિસ્તારના શાળાના વિદ્યાર્થીઓ અને લોકો માટે રીજીયોનલ સાયન્સ સેન્ટરની એક અનોખી ભેટ આપી હતી. આમ, ભાવનગરનું રીજીયોનલ સાયન્સ સેન્ટરએ એક ઉત્તમ સ્થળ તો છે જ પરંતુ ભાવેણાવાસીઓ માટે એક અમૂલ્ય ધરોહર પણ ગણી શકાય. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળના ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે.જેમાં આરએસસી ભાવનગર પાંચ અતિ આધુનિક ગેલેરીઓના માઘ્યમથી બાળકોમાં ’જઝઊખ લર્નિંગ’ પ્રત્યે રુચિ વધારી રહ્યું છે. વિજ્ઞાનને સહભાગી બનાવી બાળકો માટે કંઈક નવું જાણવા અને શીખવાનું પ્રોત્સાહન પૂરું પાડતાં રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગરની છેલ્લા બે વર્ષમાં પોણા બે લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લઈને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ૮૦ હજાર જેટલાં શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.વિજ્ઞાનમાં રસ ધરાવતા સામાન્ય જનો માટે લર્નિંગ બાય ડુઈંગ નું આ એક સરસ મજાનું સેન્ટર છે. રીજયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર, શિક્ષકો માટે એક્સપ્લોરેશન કમ લર્નિંગ સેન્ટર છે.
રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર માં સ્થાનિક ભૂગોળ ને ધ્યાન માં રાખી ને વિજ્ઞાનની વિવિધ શાખાઓ આધારિત પાંચ થીમ આધારિત ગેલેરી છે, જેમા મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, બાયોસાયન્સ ગેલેરી, ઈલેક્ટ્રો-મિકેનિકસ ગેલેરી અને નોબેલ પ્રાઈઝ ઈન ફિઝિયોલોજી અને મેડિસિન ગેલેરીનો સમાવેશ થાય છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી તથા વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવી રહી છે. અઈં વર્કશોપ, સાયન્સ સમર કેમ્પ, મોન્સુન ફેસ્ટિવલ, ચંદ્રયાન-૩ અને આદિત્યએલ૧ લોન્ચનું લાઇવસ્ટ્રીમિંગ, ’ઈજઈંછ - જિજ્ઞાસા’કાર્યક્રમ હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક માટે ’શિક્ષક તાલીમ વર્કશોપ, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન, સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ, ’ઉઈંઢ કિટ’ ટ્રેઇનિંગ પ્રોગ્રામ, ’ગુજરાતજઝઊખ ક્વિઝ, રૂરલ આઇટી ક્વિઝ, નેશનલ સાયન્સ સેમિનાર, સાયન્સ કાર્નિવલ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ બાજુ થી જોઈ શકાય એવી વિશેષ ટેન્ક અને સમુદ્ર ના પેટાળમાં હોવાનો એહસાસ કરાવતી ૭૦થી પણ વધુ પ્રજાતિની ખારા પાણીની રંગબેરંગી માછલીઓ મરીન એક્વેટિક ગેલેરીની વિશેષતા છે.
એક વિશેષ ગોળાકાર ટેન્ક મુલાકાતીઓ ધ્યાન આકર્ષે છે. દરિયાયી જગત વિશે વિસ્તૃત માહિતી વિવિધ ઇન્ફોગ્રાફિક્સના માધ્યમથી અહીં દર્શાવવામાં આવી છે.દરિયાઈ જીવસૃષ્ટિ અને તેમના સંરક્ષણ વિશે જાણકારી મેળવવા મરીન એક્વેટિક ગેલેરી એક ઉત્તમ સ્થાન છે. વિજ્ઞાનમાં રસ ધરાવતા સામાન્ય જનો માટે લર્નિંગ બાય ડુઈંગનું આ એક સરસ મજાનું સેન્ટર છે.દરરોજ અહીં આવનારને વિજ્ઞાનની કઇંક નવી રેસીપી પીરસવામાં આવે છે જેથી લોકો વિજ્ઞાનને માણે છે અને જીવનમાં ઉતારે છે.
અહીં આવેલ ૯ડી વિ આર આગંતુકોને સમુદ્રની દુનિયા, વિવિધ રાઇડ્સ સહિત ૧૦૦થી વધુ ચલચિત્રોનો એક યાદગાર અનુભવ કરાવે છે. અહીં ૨૦૦ માણસની બેઠક વ્યવસ્થા ધરાવતું અત્યાધુનિક ઓડિટોરિમ પણ છે, જ્યાં વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમ, સાયન્ટિફિક મૂવી સ્ક્રીનીંગ અને એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવે છે. આમ, રીજીયોનલ સાયન્સ સેન્ટર અંદાજીત ૧૬૦૦ શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયન્સ લર્નિંગ સેન્ટર તરીકે કાર્યરત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech